લોકડાઉનથી 35% MSME બંધ થયા
ફ્રેલોકડાઉન એ નાના ઉદ્યોગો માટે મોટી આફત બની છે. જેના કારણે 35 ટકા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) અને 37 સ્વ રોજગારી કરતા લોકોએ વ્યવસાયને તાળા મારવાનુ શરૂ કર્યુ છે. ઓલ ઇન્ડિયા મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે. એઆઇએમઓના અહેવાલ મુજબ, કોરોના સંકટને કારણે નાના ઉદ્યોગોના નાણાં બજારમાં અટવાઈ ગયા છે. હવે તેમની પાસે કાર્યકારી મૂડી પણ ખતમ થઈ છે અને સરકારનું નાણાકીય પેકેજ પહોંચી શક્યું નથી. જો પેકેજની થોડી રકમ પ્રાપ્ત થઈ હોય, તો પણ લોકડાઉન દરમિયાન થતી ખોટની ભરપાઇ કરવા માટે તે પૂરતું નથી. આવી સ્થિતિમાં મોટાભાગના નાના ધંધાના શટર પડી રહ્યા છે.એઆઈએમઓ મહાસચિવ કેની રામાનંદે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં હવે ઘણા કામ જોવા મળશે નહીં.