ધાનેરામાં વ્યાજના ચક્રવ્યૂહમાં સફાઈ ત્રણ વર્ષથી ભય તળે જીવન જીવતા પટેલ પરિવારે પોલીસ ફરિયાદ આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા શહેરમાં વ્યાજ ખોરોના આંતકનો દિવસે દિવસે ખુલાસો થઈ રહ્યો છે.ધાનેરા તાલુકામાં કેટલાક તત્વો છેલ્લા પાંચ વર્ષથી ગુંડારાજ ચલાવી વ્યાજના નામે કરોડો રૂપિયાની મિલકત પોતાના નામે કરી છે. ધાનેરા ખાતે ગત મંગળવારના રોજ થયેલ ફરિયાદના આધારે હાલ ધાનેરા પોલીસ મથકે એક પછી એક ફરિયાદ થવા પામી છે.જિલ્લા પોલીસ વડાએ આ મામલે રૂબરૂ રસ દાખવતા ડરેલા દબાયેલા વ્યક્તિ હવે સામે આવી પોતાના સાથે વીતેલી હકીકત રજૂ કરી પોલીસ ફરિયાદ કરી રહ્યા છે.
ધાનેરા તાલુકાના શેરગઢ ગામના અણદાભાઈ પટેલ પણ આ વ્યાજના ધંધાનો શિકાર બન્યા છે અને પોતાના મજૂરી પર ઉભી કરેલ ટ્રેકટર તેમજ પશુપાલન માટેની જમીનમા પણ બોજો પડાવી ચુક્યા છે. છેલ્લા ત્રણેક વર્ષથી ભય નીચે જીવન જીવતો આ પરિવારે હિંમત પૂર્વક આગળ આવી વધુ એક ફરિયાદ ધાનેરા પોલિસ મથકે નોંધાવી છે.ગત ૨૦૧૭ ના વર્ષ દરમિયાન ધાનેરા પથકમાં આવેલ પુરહોનારતમાં અણદાભાઈનું મકાન પણ ધરાશાઈ થયું હતું.પોતાના ચાર બાળકો તેમજ પરિવાર ઘર વિહોણા થતા નવું ઘર બાંધવા માટે પૈસાની જરૂર હતી એ સમય દરમિયાન ધાનેરા ખાતે ફિઝા રેડીમેડ દુકાન મલિક વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે તેવી જાણ થતાં આ ખેડૂતે પણ સાઈ ઈલિયાસ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને શરૂઆતમાં પહેલેથી ટકા લેખે ૧૦ હજાર જેટલું વ્યાજ કાપી ૯૦ હજારની રકમ વ્યાજે મળી હતી. સારી સિઝન જશે અને પશુપાલનના પગારથી આ રકમ ચૂકવી દઈશું તેવા આશયથી આ ખેડૂત ઈલિયાસ સાથે સંપર્કમા આવ્યો હતો. પરંતુ આ ખેડૂતને એ ખબર ન હતી કે ૯૦ હજાર રૂપિયા સામે તેને શું શું આપવું પડશે. આ ખેડૂત સમયસર વ્યાજ આપતો હતો અને એક વર્ષ પછી જયારે મૂડી તેમજ વ્યાજ બાબતે હિસાબની માગણી ખેડૂતે કરી તો આ વ્યાજખોરોએ પોતાની દબગાઈ શરૂ કરી અને કયું કે બે લાખ રૂપિયા જેટલું વ્યાજ ચડી ગયું છે અને ભાડે રાખેલ લુખ્ખા તત્વો સાથે લઈ જઈ આ ખેડૂતને બળપૂર્વક દબાવી તેની પાસેથી દુધાળી ૯ ગાય, એક ટ્રેકટર તેમજ જમીનમાં બે લાખ રૂપિયાનો બોજો પડાવી સદા માટે આ પરિવાર તેમના પગ નીચે કચડાય તેવા પ્રયાસો કર્યા હતા. આમ ૯૦ હજારના આશરે ૮ લાખ ચૂકવ્યા પછી આ ખેડૂતની હાલત કફોડી બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.