ઢીમા પંથકમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન
રખેવાળ ન્યુઝ ઢીમા : વાવ તાલુકાના ઢીમા તેમજ આજુબાજુના ગામડાઓમાં છેલ્લા પંદર દિવસથી ખુલ્લેઆમ લીલા વૃક્ષો કાપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર ઢીમા ગામની સીમમાંથી ૧૦થી ૧૫ ટેકટર જેટલા લીમડાના વૃક્ષોનું કોઈ પણ પરવાનગી વિના ખુલ્લેઆમ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જેથી જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યારે આવી રીતે ખુલ્લેઆમ લીલા લીમડાના વૃક્ષોનું નિકેદન કરવાવાળા કોણ છે.
અત્યારે તો ખેડૂતને પણ પોતાના ખેતરમાંથી લિલા વૃક્ષો કાપવું હોય તો પણ ગ્રામ પંચાયત પાસેથી ારવાનગી લેવી પડે છે તો પછી આ કઈ રીતે આટલા મોટા પ્રમાણમાં લીલા વૃક્ષોનું કટીંગ થઈ રહ્યું છે. આ તમામ લીલા વૃક્ષોનું નિકેદન કરીને થરાદ વાયા દિયોદર સપ્લાય કરવામાં આવે છે તો શું આ જવાબદાર તંત્ર આ વાતથી અજાણ હશે કે પછી જેવા અનેક સવાલો અત્યારે આમ જનતામાં ઉભા થઇ રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએથી કડકમાં કડક તપાસ કરવામાં આવે તો મસમોટુ લીલા વૃક્ષો કાપવાનો કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Tags dheema