મહેસાણામાં પગાર આપવાની બાંહેધરી આપતાં જિ.પં.ના કર્મીઓએ ભૂખ હડતાળ સમેટાઇ

Other
Other

મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકના આઉટસોર્સિંગના કર્મચારીઓને છેલ્લા 3 મહિનાથી પગાર ન મળતાં ગુરૂવારે જિલ્લા પંચાયતમાં ધામા નાખી ભૂખ હડતાળની જાહેરાત કરતા આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાકમાં પગાર ચૂકવી દેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેને લઇ હડતાળ સમેટાઇ ગઇ હતી.

ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંતભાઇએ જણાવ્યું હતું કે, આરોગ્ય કમિશનરના આઉટસોર્સિંગ કર્મચારીઓનો પગાર ચુકવાઈ ગયા બાદ જ વર્ગ 1-3 ના કાયમી કર્મચારીઓનો પગાર ચુકવવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં જિલ્લાની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કરોને 3 મહિનાથી પગાર ચૂકવાયો નથી. જેને લઇ ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો હતો. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં 24 કલાકમાં પગાર ચુકવી દેવાની ખાતરી આપતા ભૂખ હડતાળ સમેટાઇ લેવાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.