રાજ્યમાં કુલ ૧૭,૨૧૭ કેસ નોંધાયા, જેમાથી ૬૫ વેન્ટિલેટર પર અને ૫૩૦૯ની હાલત સ્થિર, ૧૦,૭૮૦ દર્દી ડિસ્ચાર્જ થયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૭૨૧૭ થઇ છે, હાલ ૫૩૭૪ દર્દી એક્ટિવ છે. જેમાંથી ૬૫ વેન્ટિલેટર પર અને ૫૩૦૯ દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે કુલ ૧૦૬૩ દર્દીના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૧૦૭૮૦ દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૪૨૩ કેસ નોંધાયા છે. જ્યારે ૨૫ દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે અત્યારસુધીમા રાજ્યમાં આજે સૌથી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ કે તેમજ મોત થયા. રાજ્યમાં નવા નોંધાયેલા કેસ અગે વિગતો મેળવીએ તો અમદાવાદમાં ૩૧૪, સુરતમાં ૩૯, વડોદરામાં ૩૧, ગાંધીનગરમાં ૧૧, મહેસાણામાં ૬, બનાસકાંઠામાં ૩, રાજકોટમાં ૩, સાબરકાંઠામાં ૩, આણંદ અને પોરબંદરમાં ૨-૨, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ ૫૩૭૪ દર્દી એક્ટિવ છે. જેમાંથી ૬૫ વેન્ટિલેટર પર અને ૫૩૦૯ દર્દીઓની હાલત સ્થિર છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.