150 વોટ ચાર્જિંગવાળો રિયલમીનો ફર્સ્ટ સ્માર્ટફોન GT નિયો 3 લોન્ચ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રિયલમીએ તેની ગેમિંગ સીરિઝનો નવો સ્માર્ટફોન GT નિયો ચીનમાં લોન્ચ કર્યો છે. ગેમિંગ ફોકસ્ડ આ સ્માર્ટફોનમાં 120Hz રિફ્રેશ રેટ અને મીડિયાટેક ડાયમેન્શન 8100 5G પ્રોસેસર સાથે ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 150W ફાસ્ટ ચાર્જર સાથે આવશે, જે માત્ર 5 મિનિટમાં 50% બેટરી ચાર્જ કરશે. આટલું પાવરફુલ ચાર્જર ધરાવતો આ ફોન એ આ ઇન્ડસ્ટ્રીનો પહેલો સ્માર્ટફોન પણ છે.

GT નિયો 3ની કિંમત

  1. 80W ફાસ્ટ ચાર્જર સાથેના હેન્ડસેટને 3 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 1,999 (અંદાજે રૂ. 24,000), 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 2,299 (અંદાજે રૂ. 27,500), 12GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત CNY 2599 (અંદાજે રૂ. 31,200) છે.
  2. 150W ફાસ્ટ ચાર્જર સાથેના હેન્ડસેટને 2 વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 2,599 (અંદાજે રૂ. 31,100), 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 2,799 (અંદાજે રૂ. 33,600) છે. બંને હેન્ડસેટ સાયક્લોન્સ બ્લેક, સિલ્વરસ્ટોન અને લે મેન્સ કલરમાં ખરીદી શકશે.
  3. ચીનના માર્કેટમાં રિયલમી GT નિયો 3ના તમામ વેરિઅન્ટનું વેચાણ 30 માર્ચથી શરૂ થશે. જો કે, કંપનીએ ચીનની બહાર તેના વેચાણને લઈને હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં રિયલમી GT નિયો 2 લોન્ચ કર્યો હતો. તેની પ્રારંભિક કિંમત 31,999 રૂપિયા હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.