ડીસા નગરપાલિકાની મળેલી સાધારણ સભાના સીસી ટીવી ફૂટેજ ગાયબ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન ડીસા નગરમાં બજેટને અનુલક્ષીને સાધારણ સભા બોલવાઈ હતી. આ સભાની કાર્યવાહી શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી પણ તેના ચારેક દિવસ બાદ સભામાં ઉપસ્થિત રહેલા પાલિકાના રાજપુર વિસ્તારના સભ્ય પરાગભાઈ પ્રકાશભાઈ પઢીયારની તબિયત નાદુરસ્ત થતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તપાસ બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા સમગ્ર શહેરમાં હડકમ્પ મચી જવા પામ્યો હતો. તેની સાવચેતીના ભાગ રૂપે આરોગ્ય વિભાગ દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યો સહિત ૮૮ થી વધુ લોકોને ક્વોરોન્ટાઇન કરવા માટે યાદી તૈયાર કરવામાં આવી હતી અને તેના માટે જરૂરી એવા સીસી ટીવીના ફૂટેજ મેળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ તપાસ બાદ પાલિકા ખાતે લાખોના ખર્ચે લગાવવામાં આવેલ કેમેરા અને ડી.વી.આર.માંથી તમામ સીસી ટીવી ફૂટેજ ગાયબ જોવા મળ્યા હતા. આ મામલે પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ કાંતિલાલ સોની દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી હતી અને તપાસની પણ માંગ કરી હતી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ ડીસા પાલિકામાં સાધારણ સભાની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે કોઈ ઈસમ સીસી ટીવી ફૂટેજ બંધ કરતો હોવાનું પણ કેટલાક લોકોની નજરે ચડ્‌યુ હતું. અત્રે નોંધનીય છે કે સભા પૂર્વે આ રીતે સીસી ટીવી ફૂટેજ બંધ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે ? તે બાબત પણ તપાસ માંગી લે તેવી છે પરંતુ હાલ તો આ સમગ્ર બાબતની ચર્ચા એ શહેરમાં જોર પકડ્‌યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.