રેડમી ઈન્ડિયાએ શક્તિશાળી સ્નેપડ્રેગન™ 680 અને વ્યાપક 6000mAh બેટરી સાથે નવો રેડમી 10 ઘોષિત કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2022- દેશની નં. 1 સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી ઈન્ડિયાની સબ- બ્રાન્ડ રેડમી ઈન્ડિયાએ આજે તેની બહુ જ લોકપ્રિય રેડમી નંબર સિરીઝ હેઠળ રેડમી 10 લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. નવા લોન્ચ કરાયેલા રેડમી 10માં બેરોકટોક મનોરંજન માણવા માટે શક્તિશાળી ક્વેલકોમ® સ્નેપડ્રેગન ચિપસેટ™ 680, દીર્ઘ બેટરી આયુષ્ય અને ઉત્તમ 50MP કેમેરાના આધાર સાથે પરફોર્મન્સ સહિતના આકર્ષક અપગ્રેડ્સ છે. વળી, વિશાળ ડિસ્પ્લે સાથે ટેક્સ્ચર્ડ ફિનિશ્ડ બેક સાથે રેડમી 10 સાદગી અને શક્તિશાળી કામગીરીને સહજતાથી સંમિશ્રિત કરે છે.

આ લોન્ચ વિશે બોલતાં રેડમી ઈન્ડિયાના બિઝનેસ હેડ સ્નેહા તાઈનવાલાએ જણાવ્યું હતું કે, “રેડમીમાં ઈનોવેશન અમારી બધી ઓફરની પાછળનું બળ છે અને અમે ટેકનોલોજીનું લોકશાહીકરણ કરવા અને ભારતમાં બનાવવામાં આવેલા સ્માર્ટફોન્સ સાથે ભારતીય ગ્રાહકોનો અનુભવ સમૃદ્ધ કરવા માટે હંમેશાં કેન્દ્રિત રહીએ છીએ.

રેડમી 10ના લોન્ચ સાથે અમે ઉત્તમ દેખાવ અને ટોચની કામગીરીના આધાર સાથે ભારતીય ગ્રાહકોની ઊભરતી જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવેલી વધુ એક સેગમેન્ટમાં ઉત્તમ ઓફર લાવી રહ્યા છીએ. શક્તિશાળી કામગીરી, દીર્ઘ બેટરી આયુષ્ય અને ઉત્કૃષ્ટ કેમેરા ક્ષમતાઓ સાથે રેડમી 10 રોજના ઉપયોગ માટે આકર્ષક ઈનોવેશન્સ સાથે સમૃદ્ધ છે.

અમારી બધી અન્ય નંબર સિરીઝની જેમ અમને વિશ્વાસ છે કે રેડમી 10 ગ્રાહકોને બજેટ સેગમેન્ટમાં શ્રેણીબદ્ધ ફીચર્સ આપીને તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તે રીત બદલી નાખશે.”

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.