સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના ૧૫૯ ગામો એલર્ટ, આગામી ૧૨ કલાક ભયજનક

ગુજરાત
ગુજરાત

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે સંભવિત ‘નિસર્ગ’ વાવાઝોડાની આગાહી ના પગલે ગુજરાતના પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ૧૫૯ ગામો પ્રભાવિત થવાની શક્યતા ને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ૪ જિલ્લાના ૧૦૯ ગામ પ્રભાવિત થશે અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીના ૫૦ ગામો પ્રભાવિત થઈ શકે છે. વાવાઝોડાની લો લાઈન એરિયામાં આવતા ૧૫૯ ગામનો સર્વે હાથ ધરાયો છે. જે તે જિલ્લા કલેક્ટરને પ્રભાવિત ગામમાં સ્થળાંતર કરવાની જવાબદારી સોંપાઈ ગઈ છે, જેમાં લો લાઈન એરિયામાં નવસારીના ૪૨ ,સુરતના ૪૦, વલસાડ ૨૩, ભરૂચ ૪, ભાવનગરના ૩૩, અમરેલીના ૧૭ ગામોનો સમાવેશ થાય છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ આગામી ૧૨ કલાકમાં ફરી ડિપ્રેશન સક્રિય થશે. જે ડીપ વાવાઝોડું બનશે, જે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. હાલ સુરતના દરિયા કિનારાથી ૯૨૦ કિલોમીટર ડિપ્રેશન દૂર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.