હવામાન : વાવાઝોડું ૩ જૂન સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તટને અથડાઈ શકે છે
નવી દિલ્હી. ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું છે કે ચોમાસાએ કેરળમાં દસ્તક આપી દીધી છે. તેને ધ્યાનમાં રાખીને કેરળના ૯ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અલપુઝા, કોલ્લમ, પથનમથિટ્ટા, તિરુવનંતપુરમ, કોટ્ટયમ, એર્નાકુલમ, ઝડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર સામેલ છે. પ્રાઈવેટ વેધર એજન્સી સ્કાઈમેટે ૩૦ મેના રોજ ચોમાસુ કેરળ સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.
તે ઉપરાંત એક ચક્રવાતી વાવાઝોડું ૩ જૂન સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તટને અથડાઈ શકે છે. ૈંસ્ડ્ઢએ સોમવારે કહ્યું હતું કે, હવે અરબ સાગરમાં ઓછા દબાણનો વિસ્તાર બની શકે છે. આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે.
આઈએમડીના જણાવ્યા પ્રમાણે આ ઓછા દબાણવાળો વિસ્તાર અરબ સાગર અને લક્ષદીપના દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય વિસ્તારમાં બનેલો છે. હાલ તે ગોવાથી ૪ કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી ૭૦૦ કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ગુજરાતના સુરતથી ૯૩૦ કિમી દક્ષિણ પશ્ચિમના અંતરે છે. ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાયા પછી ૨ જૂનની સવારે તે ઉત્તર બાજુ વધવાની શક્યતા છે. વાવાઝોડું હરિહરેશ્વરઅને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તટથી ૩ જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે છે.
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, ઓછો દબાણવાળો વિસ્તાર બનવાના કારણે ૩ અને ૪ જૂને મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. ૨ જૂન અને ૫ જૂન વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટ પર ઉંચા મોજા ઉછળે તેવી શક્યતા છે. તેની ઉંચાઈ ૧૨થી ૧૬ ફૂટ સુધીની હોઈ શકે છે. જ્યારે તેની સ્પીડ ૬૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ત્યારપછી આ ઓછા દબાણવાળો વિસ્તાર નિસર્ગ ચક્રવાતમાં ફેરવાઈ જશે.