વડોદરામાં કોરોનાથી આજે વધુ એક દર્દીનું મોત, કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા PSI સહિત ૧૨ને હોમ ક્વોરન્ટીન કરાયા

ગુજરાત
ગુજરાત

વડોદરા. મહિલાના ફોટો વાઈરલ કરીને બદનામ કરવાના ગુનામાં પોરબંદર જીલ્લાના કુતિયાણા તાલુકાના મોહબતપુરા ગામના આરોપીની પરેશ શ્યામજી વરાગીયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે કરજણ પોલીસ સ્ટેશનમાં આરોપીના સંપર્કમાં આવેલા PSI ,પોલીસ જવાનો, ય્ઇડ્ઢ અને હોમગાર્ડઝ જવાનો તેમજ અન્ય બે લોકો સહિત ૧૨ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે, જ્યારે કરજણ નગરપાલિકા દ્વારા કરજણ પોલીસ સ્ટેશન અને પોલીસ લાઇનમાં સેનેટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
કોરોના વાઈરસથી આજે વધુ એક દર્દીનું મોત

વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી વધુ એક દર્દીનું આજે સવારે મોત થયું છે. વડોદરાના આજવા રોડ પર આવેલા શક્તિનગરના રહેવાસી કિરીટભાઇ સોલંકી(ઉ.૭૨)નું સયાજી હોસ્પિટલ સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થતાં તેમના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૫૭ ઉપર પહોંચી ગયો છે. અને સત્તાવાર મૃત્યુઆંક ૪૨ જ રહ્યો છે અને અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓનો આંક ૬૧૬ પર પહોંચી ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.