જિયો પોલિટિકલ ક્રાઈસિસ છતાં દેશના અર્થતંત્રની આગેકૂચૈ:RBI

Business
Business

રશિયા-યુક્રેન યુદ્વને કારણે સર્જાયેલી ભૌગોલિક રાજકીય કટોકટી છતાં ભારત કોરોનાની ત્રીજી લહેરમાંથી બહાર આવી રહ્યું હોવા ઉપરાંત મજબૂત રીતે પ્રગતિ તરફ આગેકૂચ કરી રહ્યું છે. કેટલાક જોખમો છતાં પણ ભારતીય અર્થતંત્રમાં રિકવરીનું ચિત્ર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે તેવું RBIએ જણાવ્યું હતું.

RBIના આર્ટિકલ ‘સ્ટેટ ઑફ ધ ઇકોનોમી’ અનુસાર હાલમાં જોવા મળી રહેલી ભૌગોલિક રાજકીય કટોકટીને કારણે વૈશ્વિક સ્તરે અર્થતંત્રમાં કેટલીક અનિશ્વિતતાઓ વધી છે અને કેટલાક દેશોની અર્થવ્યવસ્થા હજુ પણ કોરોના મહામારીની અસરમાંથી બહાર નથી આવી શકી.

વૈશ્વિક સ્તરે સતત વધતી ક્રૂડની કિંમતો અને માર્કેટમાં જોવા મળી રહેલી વોલેટિલિટીને કારણે વૈશ્વિક સ્તરે રિકવરીમાં હજુ પણ વધુ સમય લાગી શકે છે. તેમ છતાં આ પડકારો વચ્ચે પણ ભારત સ્થાનિક સ્તરે સારું પ્રદર્શન કરી રહ્યું છે અને કોરોનાની ત્રીજી લહેરમાંથી સફળતાપૂર્વક ઉગરી રહ્યું છે. લેખમાં વ્યક્ત કરાયેલા અભિપ્રાયો માત્ર લેખકોના હોવાથી તેને RBIના અભિપ્રાય ના કહી શકાય તેવી પણ RBIએ સ્પષ્ટતા કરી હતી.

યુક્રેનમાં જોવા મળી રહેલી તંગદિલીને કારણે પણ વૈશ્વિક અર્થતંત્ર અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ક્રૂડ ઑઇલની કિંમતો સર્વાધિક સ્તરે છે, ફાઇનાન્સિયલ માર્કેટમાં વોલેટિલિટી છે તેમજ સોના જેવા સેફ હેવન ગણાતા અસ્ક્યામતોમાં પણ રોકાણ જોવા મળી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.