રંગબેરંગી હોળીનો ટેકઓવર સ્નેપચેટ પર અનુભવો- વિશેષ હોળી થીમ્ડ એઆર લેન્સીસ, ગુલાલ બિટમોજીથી ક્યુરેટેડ હોળી પ્લેલિસ્ટ્સ, હોળી થીમ્ડ કન્ટેન્ટ અને ઘણું બધું!

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ, 16મી માર્ચ, 2022: હોળી ટૂંક સમયમાં આવી રહી છે અને આ તહેવાર પૂર્વે સર્વત્ર રોમાંચ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સ્નેપચેટ મોજ (અને રંગ !)નું તત્ત્વ નવી ઊઁચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.

ભારતીય સ્નેપચેટર્સ માટે એપ અનુભવને લોકલાઈઝિંગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાના તે લક્ષ્યને સાર્થક કરતાં હોળીમાં ભારતમાં 500 અલગ અલગ સ્થળો અને 32 જુદાં જુદાં શહેરોમાંથી ફોટોઝ (જિયોફિલ્ટર્સ)માં વિશિષ્ટ સ્થળ આધારિત ફિલ્ટર્સ ઉમેરી શકે છે. હોળીનાં સ્ટિકર્સ અને બિટનોજીસ નિશ્ચિત જ સ્નેપચેટર્સને વધારાની હોળી મેજિક ઉમેરવા મદદરૂપ થશે ! સ્નેપચેટ દ્વારા મોજીલા હોળી બિયર્ડ લેન્સ અને લેન્સ પણ રજૂ કરાયું છે, જેની પર યુઝર્સ જેની સાથે સહભાગી થઈ શકે અને ઉજવણી કરી શકે તે અલગ અલગ ભાષાઓમાં હોળીની શુભેચ્છા આપી શકે. સ્નેપચેટની પાર જતાં આ લેન્સીસ સેમસંગ ફન મોડ અને ગૂગલ કેમેરા ગો જેવાં પાર્ટનર ડિવાઈસીસ પર પણ ઉપલબ્ધ છે.

સૌપ્રથમ વાર કમ્યુનિટી લેન્સીસ ભારતમાં સ્નેપચેટ મેપ્સ પર ચમકવા માટે સુસજ્જ છે, જે હોળીનો અનુભવ વધુ રંગીન બનાવી દેશે. સ્નેપચેટર્સ સીધા સ્નેપ મેપ્સ પર સ્નેપચેટ લેન્સ નેટવર્ક કમ્યુનિટીમેમ્બરો દ્વારા નિર્મિત આ હોળી સ્પેશિયલ લેન્સીસ એક્ટિવ કરી શકે છે. હોળી વિશિષ્ટ મનોરંજનના વિકલ્પો જોતા હોય તેમને માટે રોમાંચક હોળી થીમ્ડ કન્ટેન્ટ પણ ડિસ્કવર અને સ્પોટલાઈટ મંચો પર ઉપલબ્ધ બનશે.

આ હોળી વિશેષ એક્ટિવેશન્સ પર બોલતાં સ્નેપચેટના ભારત અને સાઉથ એશિયા માર્કેટ ડેવલપમેન્ટના ડાયરક્ટર દુર્ગેશ કૌશિકે જણાવ્યું હતું કે, સ્નેપચેટર્સ તેમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવસરોની ઉજવણી કરવા માટે સતત અજોડ અને મોજીલી રીત જોતા હોય છે. અમારી એઆર ટેક ક્ષમતાઓ અમારી ખૂબી છે અને અમે ભારતમાં અમારા લોકલાઈઝેશનના પ્રયાસો સાથે તેનો સફળતાથી સુમેળ સાધ્યો છે. આથી તેમાં કોઈ નવાઈ નથી કે ગયા વર્ષ કરતાં અમારા સ્પેશિયલ હોળી એઆર લેન્સસ સાથે વિશાળ સંખ્યામાં સ્નેપચેટર્સ પહોંચ્યા છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.