લેક્સસે ભારતમાં ઓલ ન્યુ એનએક્સ350એચ લોન્ચ કરે છે, ભારતીય બજારમાં લક્ઝરીના ભવિષ્યની ઝલક આપે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં લક્ઝરીના નવા યુગની શરૂઆત કરતા લેકસસે બહુપ્રતિક્ષિત ઓલ-ન્યુ 2022 લેકસસ એનએક્સ 350એચ સાથે ઇલેક્ટ્રિફિકેશન, સાહજિક ટેકનોલોજી, પ્રદર્શન અને ડિઝાઇનને અપનાવી છે, જે લેકસસ બ્રાન્ડના આગામી પ્રકરણ માટે મજબૂત પાયો નાખે છે. કામ કરે છે. તેને વેહિકલના મુખ્ય સ્તંભો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ઇલેક્ટ્રિફિકેશન, ડિઝાઇન, ડ્રાઇવિંગ સિગ્નેચર અને અદ્યતન તકનીક છે. નવું એનએક્સ 350એચ એ સ્ટાઇલિશ ડિઝાઇન, સાહજિક જ્ઞાનયુક્ત  ઇનોવેશન (નવીનતા) અને અમર્યાદિત ઉપયોગિતાનું પ્રતીક છે. સૌથી નોંધપાત્ર અપડેટ 14-ઈંચના ટચસ્ક્રીન ડિસ્પ્લે પર લેક્સસ ઈન્ટરફેસ, ઈન્ટીગ્રેટેડ મલ્ટીમીડિયા અને ડિજિટલ સપોર્ટની શરૂઆત છે. નવી વિકસિત ઈ-લેચ ઈલેક્ટ્રોનિક લોકીંગ સિસ્ટમ જાપાનીઝ પરંપરાગત સ્લાઈડિંગ ડોર ખોલવા અને બંધ કરવાની હિલચાલથી પ્રેરિત છે. તેને ડ્રાઇવરને કુદરતી રીતે અને સહેલાઇથી દરવાજા ખોલવા અને બંધ કરવાની સુવિધા આપવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

લેક્સસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નવીન સોની એ જણાવ્યું હતું “લેકસસ એનએક્સ 350એચના નવા 2022 મોડલ સાથે, અમને વિશ્વાસ છે કે તે લક્ઝરી માર્કેટમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે. ઓલ ન્યુ એનએક્સ  ડ્રાઇવિંગ ડાયનેમિક્સ, સ્ટાઇલિંગ, સલામતી અને અત્યંત રિફાઈન્ડ ઇકો-ફ્રેન્ડલી સેલ્ફ-ચાર્જિંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક ટેક્નોલોજીમાં વર્ગ-અગ્રણી ઇનોવેશન (નવીનતાઓ) સાથે આવશે. જાન્યુઆરી 2022 માં જાહેર કરાયેલ આ કાર માટે પ્રી બુકિંગ માટે અમને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે અને અમે લેક્સસ બ્રાન્ડ પરના વિશ્વાસ બદલ અમારા મહેમાનોના આભારી છીએ.  તમામ અતિથિ ગ્રાહકો કે જેમણે એનએક્સને લોન્ચ અગાઉ પ્રી-બુક કરી છે તેમને કસ્ટમાઇઝ્ડ “લેકસસ પ્રો-કેર સર્વિસ પેકેજ” ઓફર કરવામાં આવી રહ્યું છે, જેમાં એક વર્ષ સમયાંતરે જાળવણી (મેન્ટેનન્સ) નો સમાવેશ થાય છે.”

 

લેકસસ એનએક્સને ભારતમાં બોલ્ડ ડિઝાઇન અને શાનદાર પ્રદર્શન સાથે 2018માં સૌપ્રથમવાર લોન્ચ કરવામાં આવેલ હતી. તેની રિફાઈન્ડ સ્પિન્ડલ ગ્રિલ ને કારણે, નવી પૂર્ણ-પહોળાઈના બ્લેડ ટેલ-લેમ્પ્સ અને લેક્સસ રિયર બેજિંગ કારણે ઓલ ન્યુ 2022 લેકસસ એનએક્સ લક્ઝરી ક્રોસઓવરની નજીક આવતા લોકોને શક્તિશાળી સંદેશ આપે છે. આગળના ભાગમાં, અપડેટેડ ગ્રિલ પેટર્ન અને ફ્રેમ વેહિકલ બોડીને વધુ સંકલિત અનુભવ પ્રદાન કરે છે. લાંબા યુ-આકારના બ્લોક્સથી બનેલા, સ્પિન્ડલ ગ્રિલ થ્રી-ડાયમેન્સનલ (ત્રિ-પરિમાણીય) અસર માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. એલ-આકારની ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) દ્વારા ટોચ પર છે, ત્રણ આંખનો એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ વધુ રિફાઈન્ડ પ્રભાવ સાથે સંતુલન જાળવી રાખે છે. પાછળના ભાગમાં, અદ્યતન અને આધુનિક અભિવ્યક્તિ બનાવવા માટે લેક્સસ લોગોને નવીનરૂપ આપવામાં આવેલ છે. L પ્રતીકનો ઉપયોગ વાહનના કેન્દ્રમાં સ્થિત એક નવા, ઈનટીગ્રટેડ લેક્સસ લોગો દ્વારા પ્રથાપિત કરવામાં આવેલ છે. ટેલલાઇટરૂપે કાર્ય  કર્તા અને રિયર બ્રાન્ડ સિગ્નેચરને પ્રકાશિત કરવા માટે  રિયર બાર લેમ્પ ટેલલાઇટ રાત્રે સતત પ્રકાશિત થાય છે.

મહેમાનો મેડર રેડ અને સોનિક ક્રોમ સહિત તેમની પસંદગી અનુરૂપ વિવિધ ફ્રેશ એનએક્સ કલરમાંથી પસંદ કરી શકે છે. એફ સ્પોર્ટ મોડલ્સ માટે વિશિષ્ટ રંગો માટે, પેલેટમાં વ્હાઇટ નોવા અને હીટ બ્લુનો સમાવેશ થાય છે. લેક્સસ “માનવ-કેન્દ્રિત” અભિગમ સાથે કારનું નિર્માણ કરી રહ્યું છે. ટાજુના કોન્સેપ્ટ આ અભિગમને અનુરૂપ છે અને તેને આ કારથી શરૂ કરવામાં આવશે. જાપાનીઝમાં ટાઝુનાનો અર્થ થાય છે ઘોડાની લગામ; “આઇઝ ઓન ધ રોડ, હેન્ડ્સ ઓન ધ વ્હીલ, ઇન્ટ્યુટીવ ઇન્ટરફેસ” ના વિચાર પર આધારિત, તે ડ્રાઇવર અને કાર વચ્ચે મજબૂત સંચારને પ્રોત્સાહન આપવા માંગે છે જે તેની શરૂઆતથી બ્રાન્ડના મૂળમાં છે. નવી એનએક્સ 350એચ ની કોકપિટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે જે વાહનની સામે શું છે તેની જાગૃતિ લાવવામાં મદદ કરે છે તેમજ આંખોને સરળ રીતે ચલાવવામાં મદદ કરે છે. માહિતી-સંબંધિત ઘટકોનું લેઆઉટ કલર હેડ-અપ ડિસ્પ્લેથી મીટર સુધી હોરઈઝ્ન લાઇન-ઓફ-વિઝન તરફ જાય છે, જ્યારે અન્ય કોમ્પોનન્ટસ હેડ-અપ ડિસ્પ્લેથી સેન્ટર ડિસ્પ્લે સુધી આંખોને દોરી જાય તે ડિઝાઇન કરવામાં આવેલ છે. વધુમાં, ટચ-સેન્સિટિવ  સ્ટીયરિંગ વ્હીલની આસપાસ ડ્રાઇવિંગ સંબંધિત કાર્યોને પ્રદાન કરીને કોકપિટનો હેતુ સરળ અને સરળ ડ્રાઇવિંગ નિયંત્રણો પ્રદાન કરવાનો છે.

વૈશ્વિક સ્તરે જાણીતી લેક્સસ સેફ્ટી સિસ્ટમ (LSS), આખરે નવીન  એનએક્સ350એચ સાથે ભારતમાં આવી ગઈ છે. ભારતમાં, તે એલાર્મ સાથે વાહન ડિટેક્શન માટે પ્રી-કોલિઝન સિસ્ટમ (PCS) સાથે, ડાયનેમિક રડાર ક્રુઝ કંટ્રોલ-ઓલ સ્પીડ, લેન ડિપાર્ચર એલર્ટ અને લેન ટ્રેસિંગ આસિસ્ટ, ઓટો હાઈ બીમ અને હેડલેમ્પ્સમાં એડપ્ટીવ હાઈ બીમ સિસ્ટમ સહિતની એડ્વાન્સ ટેકનોલોજી સુવિધાઓ આ કેટેગરીમાં આવે છે. વધુમાં, બ્લાઈન્ડ સ્પોટ મોનિટર, રીઅર ક્રોસ ટ્રાફિક એલર્ટ (RCTA) અને રીઅર કેમેરા ડિટેક્શન (RCD) પણ એકંદર સલામતી વધારવા માટે ઉપલબ્ધ છે. નવીન  એનએક્સ 350એચ ને સ્વતંત્ર વાહન સુરક્ષા પરીક્ષણ સંસ્થા, Euro NCAP દ્વારા ‘5 સ્ટાર’નું સર્વોચ્ચ રેટિંગ આપવામાં આવ્યું છે.

નવીન  એનએક્સ 350એચ એક્સક્વિઝિટ , લક્ઝરી અને F-Sport નીચેની કિંમતો પર (એક્સ-શોરૂમ ઓલ ઈન્ડિયા) 3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: એનએક્સ 350એચ એક્સક્વિઝિટ – રૂ 64,90,000/- એનએક્સ 350એચ લક્ઝરી – રૂ 69,50,000/- એનએક્સ 350એચ F-Sport રૂ.71,60,000/-


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.