અભિનેતા આમિર ખાનને દારૂ પીવાની કુટેવ હતી

ફિલ્મી દુનિયા

મુંબઇ, તારીખ ૧૪ માર્ચ, ૧૯૬૫ના દિવસે મુંબઈમાં જન્મેલો એક્ટર આમિર ખાન ૫૭ વર્ષનો થયો. આમિર ખાનને ભારતીય સિનેમાનો સૌથી ટેલેન્ટેડ એક્ટર પૈકીનો એક માનવામાં આવે છે. ત્યારે હાલમાં જ આમિર ખાને દારૂની ખરાબ આદત છોડવા વિશે ખુલીને વાત કરી છે. કારણકે, ભૂતકાળમાં આમિર ખાન ક્યારેક-ક્યારેક દારૂનું સેવન કરતો હતો. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને જણાવ્યું કે ‘હું ક્યારેક-ક્યારેક દારૂનું સેવન કરતો હતો પણ હવે હું દારૂનું સેવન કરતો નથી.’ દારૂ પીવાની કુટેવ વિશે વાત કરતા આમિર ખાને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, ‘ભૂતકાળમાં હું ક્યારેક-ક્યારેક જ દારૂ પીતો હતો.

પણ, હું જ્યારે પણ દારૂ પીવા બેસતો હતો ત્યારે ઘણું વધારે દારૂનું સેવન કરતો હતો. પછી મને એવું થતું હતું કે આવું કરવું યોગ્ય નથી. પણ, જ્યારે તમે નશામાં હોવ ત્યારે તમે કોઈ એવી ચીજવસ્તુ કરી બેસો છો કે પછી તમને તેનો અફસોસ થાય છે. પરંતુ, હજુ મારી સાથે એવી કોઈ મોટી ઘટના બની નથી. પરંતુ, સત્ય એ છે કે દારૂનું સેવન કર્યા પછી વ્યક્તિ પોતાના કંટ્રોલમાં રહેતો નથી. આ વાતચીતમાં આમિર ખાને જણાવ્યું કે, મને એ વાતનું દુઃખ છે કે હું મારી દીકરી ઈરા ખાન સાથે વધારે સમય પસાર કરી શક્યો નથી. આ સિવાય આમિર ખાને એવું પણ કહ્યું કે જે લોકો મારી એકદમ નજીક છે તેઓ સાથે પણ હું વધારે સમય પસાર કરી શક્યો નથી.

અહીં નોંધનીય છે કે ૧૫ વર્ષના લગ્નજીવન બાદ આમિર ખાન અને કિરણ રાવ જુલાઈ, ૨૦૨૧માં અલગ થયા હતા. ડિવોર્સની જાહેરાત બાદ, સોશિયલ મીડિયા પર ‘ગજિની’ એક્ટરે કોઈ અન્ય સાથેના તેના કથિત સંબંધોના કારણે છૂટાછેડા લીધા હોવાની અફવા ફેલાઈ હતી. હાલમાં આમિર ખાને ડિવોર્સ વિશે વાત કરી હતી. જેમાં એક્ટરે દાવો કર્યો હતો, તેણે કિરણ રાવના કારણે પહેલી પત્ની રીના દત્તા સાથે ડિવોર્સ લીધા નહોતા. તેણે ઉમેર્યું હતું કે, જ્યારે તે રીનાથી અલગ થયો ત્યારે તેના જીવનમાં અન્ય કોઈ નહોતું.

તેણે કહ્યું હતું કે, તે કિરણને જાણતો હોવા છતાં, ઘણાં સમય બાદ તેઓ મિત્રો બન્યા હતા. આમિર ખાને આ સિવાય તે અને કિરણ રાવ હજી પણ એકબીજાને પ્રેમ કરતા હોવાનું સ્વીકાર્યું હતું. તેણે કહ્યું હતું કે ‘કિરણ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. એકબીજાનો આદર કરીએ છીએ. પરંતુ લોકો તે સમજતા નથી અને હું તે સ્વીકારું છું કારણ કે સામાન્ય રીતે આવુ જાેવા મળતું નથી. પરંતુ પતિ-પત્ની તરીકેના અમારા સંબંધોમાં વળાંક આવ્યો હતો અને લગ્ન સંસ્થાને માન આપવા ઈચ્છતા હતા. જાે કે, અમે સાથે કામ કરીએ છીએ. અમે નજીક રહીએ છીએ. પરંતુ પતિ-પત્ની નથી’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.