બાયડની કલાજીના મુવાડા ગ્રામ પંચાયતનું બજેટ ના મંજૂર થયું

સાબરકાંઠા
સાબરકાંઠા

બાયડ તાલુકામાં આવેલી કલાજીના મુવાડા ગ્રૃપ ગ્રામ પંચાયતનું બજેટ મંગળવારે નામંજૂર થતાં હલચલ મચી ગઈ છે. બજેટ બહુમતી સભ્યોએ ના મંજૂર કરતાં સમગ્ર પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આ અંગે મળેલી વિગતો અનુસાર મંગળવારસવારે 11.30 વાગ્યાના સુમારે કલાજી ના મુવાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા બોલાવાઇ હતી. જેમાં બજેટ રજૂ કરાયું હતું બજેટને લઈ કુલ 7 સભ્યોમાંથી 5 સભ્યોએ વિરોધ નોંધાવતા હલચલ મચી ગઈ છે સામાન્ય સભામાં બજેટ નામંજૂર થવાને લઇ પંચાયતમાં બે ભાગ પડી ગયા હતા.

સમગ્ર મામલે ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર રિપોર્ટ સુપ્રત કરી દીધાનું જાણવા મળ્યું છે. કલાજી ના મુવાડા ગ્રામ પંચાયતમાં બજેટ નામંજૂર ને લઇ ગ્રામ પંચાયત સુપરસીડ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ટીડીઓ પિયુષભાઈએ જણાવ્યું કે 31 માર્ચ સુધી ગ્રામ પંચાયત બેઠક બોલાવી બજેટ મંજુર કરાવી શકે છે ત્યારબાદ નિયમોનુસાર કાર્યવાહી કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.