જામગઢ નજીક જીપ ચાલકે યુવકને ટક્કર મારી ખેતરમાં લઈ ગયો, માથાના ભાગે મારી હત્યા કરી લાશ ખીણમાં ફેંકી દીધી

સાબરકાંઠા
સાબરકાંઠા

મેઘરજના જામગઢનો 24 વર્ષીય યુવાન રાત્રે બહેનના ઘરેથી પરત પોતાના ઘરે જવા બાઇક પર નીકળ્યો હતો. તે દરમિયાન જામગઢની સીમમાં જીપે બાઈકને ટક્કર મારતા ચાલકનું ઘટનાસ્થળે મોત થતાં જીપ ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.યુવકને ટક્કર મારી જીપચાલક સહિત શખ્સો તેને 30 ફૂટ દૂર ખેતરમાં ઢસડી જઇ યુવકને માથાના ભાગે મારમારી નદીની ખીણમાં ફેંકી ફરાર થઇ જતાં મૃતકના ભાઇએ જીપચાલક સહિત સામે ઇસરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ બચવા મૃતકને નદીની ખીણમાં ફેંકી દીધો
તા. 11-03-2022 ના રોજ રાત્રે 9 વાગે જામગઢનો કટારા કમલેશભાઈ લક્ષ્મણભાઈ (24) કદવાડી ગામેથી પોતાની બહેનના ઘરેથી જામગઢ ઘરે બાઇક પર જતો હતો ત્યારે જામગઢ બાજુથી જીપ નં GJ.09.M 1642 ના ચાલકે બાઇકને ટક્કર મારી 30ફૂટ દૂર ઘઉંના ખેતરમાં ઢસડી લઈ જઈ નામ ન આવે તે માટે કમલેશભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મૃતકને જીપના ડ્રાઈવર તથા તેની સાથેના માણસો જમીન પર ઢસડીને ખેંચી અક્સ્માત સ્થળથી 150 ફૂટ દૂર લઇ જઈ નદીની ખીણમાં ફેંકી દીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.