હિંમતનગરમાં યુવક પાસે એપ ડાઉનલોડ કરાવી 5.80 લાખ ટ્રાન્સફર કરતાં ગુનો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના વિરાટનગરમાં રહેતા યુવકે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળવાપાત્ર સબસીડી લેવા માટે આઇસીઆઇસીઆઇ બેંકમાં અરજી કર્યા બાદ સબસિડીનો ક્લેઇમ આઇડી ન આવતા બેંકકર્મીએ કસ્ટમર કેર માં ફોન કરવાનું કહેતા સાયબર ગઠિયો ભટકાઇ ગયો હતો અને એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી વધારાના પૈસા જમા કરાવી કાર્યવાહીની ધમકી આપી 5.80 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.

વિરાટનગરમાં રહેતા ચિરાગભાઈ સુરેશકુમાર રાવલે મકાન માટે લીધેલ લોનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સબસીડી મળતી હોઇ આઇસીઆઇસીબેંકનો સંપર્ક કર્યા બાદ તેનો કોઇ કલેમ આઇ.ડી. મળેલ ન હોવાથી અવારનવાર આ આઇ.સી.આઇ.સી.બેંક હિંમતનગરનો સંપર્ક કરતાં તા.08-01-22નારોજ બેંકના લોન વિભાગના રમીઝભાઇ રઝાએ સબસીડીના કલેમ આઇ.ડી બાબતે કાર્યવાહી કરી પીએમએવાયનો એપ્લિકેશન આઈડી આપ્યો હતો અને બાદ થોડા દિવસ પછી બેંક તરફથી સબસીડી કલેઇમ એકસ્પાયર થયાનો પત્ર આવતા બેંકનો સંપર્ક કરતા બ્રાન્ચના રોહિતભાઇનો સંપર્ક કરતાં લેટરમાં જણાવેલ કસ્ટમર કેર માં સંપર્ક કરવા જણાવતા તા.10-03-22ના રોજ ફોન લગાવતા કસ્ટમર કેર એકઝીકયુટીવ સાથે વાત કરાવીએ છીએ બોલ્યા બાદ ફોન કટ થઇ ગયો હતો અને તરત જ મો.નં.8926223468 પરથી ફોન આવેલ અને દિપક શર્મા બોલું છું તમારી સમસ્યા જણાવો કહ્યા બાદ હોમલોન એકાઉન્ટ તથા સબસીડી કલેઇમ આઇડી વિગેરે માગતાં તમને મળેલ પત્ર ભુલથી આવેલ છે. તમારી એપ્લીકેશન ચાલું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.