ઈસરવાડા જમીન પ્રકરણમાં બોગસ માલિક બની સહી કરનાર શખ્સ ઝબ્બે

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડરના ઇસરવાડામાં કરોડોની બે હેક્ટર જેટલી જમીનનો બોગસ દસ્તાવેજ કરવાના પ્રકરણમાં મૂળ માલિક તરીકે રજૂ થયેલ આધારકાર્ડમાં દેખાતા શખ્સને ઝડપતાં સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ઈસરવાડાની સીમમાં સર્વે નં.161ની 1-96-41 હે.આરે.ચો.મી જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી તેમાં મૂળ માલિકના ફોટાની જગ્યાએ અજાણ્યા શખ્સનો ફોટો લગાડી દસ્તાવેજમાં ખોટી સહીઓ કરવા સહિત મૂળ માલિક અબ્દુલ સત્તાર હાજી અબ્દુલ રહીમ મેમણના આધારકાર્ડમાં પણ બનાવટી ફોટો લગાડી બે અન્ય શખ્સ જમીલ હુસેન અબ્દુલ લતીફ વિજાપુરા અને સચિન મુકેશભાઈ સોલંકીએ સાક્ષીમાં સહી કરી કૃષ્ણકુમાર કોદરભાઇ પટેલને જમીન વેચાણ આપી હતી.

જેની એન્ટ્રી પડવા સમયે મૂળ માલિકે વાંધા અરજી આપી જાદર પોલીસ સ્ટેશનમાં વેચાણ દસ્તાવેજ અને રજૂ કરેલ આધારકાર્ડના ફોટામાં દેખાતો અજાણ્યો શખ્સ તથા જમીન વેચાણ લેનાર પટેલ કૃષ્ણકુમાર કોદરભાઇ (રહે.મોહનપુરા તા. ઇડર) તેમજ સાક્ષીમાં સહી કરનાર જમીલહુસેન અબ્દુલ લતીફ વિજાપુરા (રહે. લાલપુર તા. હિંમતનગર), સચીન મુકેશભાઇ સોલંકી (રહે. તાજપુરી તા.હિંમતનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપીઓએ આગોતરા જામીન માટે ઇડર કોર્ટમાં દાદ ગુજારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.