હિંમતનગરના હડિયોલ ગામે ખોટો જમીન માલિક ઉભો કરી શિક્ષક પાસેથી 52 લાખ લઇ પરત ન કર્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરની આકોદરા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા શખ્સ સાથે હડિયોલની ઠગ ટોળકીએ દોઢ વર્ષ દરમિયાન જમીન નો બદલો કરવાના બહાને જમીન વેચાણ આપવાનું કહી અલગ-અલગ બહાના કાઢી નિયમિત અંતરાલે કુલ રૂ.52 લાખ લઈ લીધા બાદ દસ્તાવેજ કરવાના સમયે એક શખ્સ બનાવટી હોવાનું બહાર આવતાં અને અન્ય લોકો ફરી જતાં છેતરપિંડી થયાની ખબર પડતાં ભોગ બનનારે 6 શખ્સો વિરુદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરમાં રહેતા અને આકોદરા શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં નિતિનકુમાર રામાભાઇ પટેલને દોઢેક વર્ષ અગાઉ કાળુસિંહ મહેતાપસિંહ મકવાણા (રહે,મોઢુકા તા.તલોદ) તથા અલ્પેશભાઇ જયરામભાઇ દેસાઇ (રહે.મૌછા તા. પ્રાંતિજ) મળ્યા હતા અને મોઢુકાની જમીનના તમે 33 લાખ ચૂકવ્યા છે અને દસ્તાવેજ બાકી છે તે જમીન ઠાકરડા નલીનભાઇ ધુળાજી તથા પરમાર રાજેશજી ધુળાજી (રહે.હડીયોલ તા. હિંમતનગ૨)ને લેવી છે તેમ કહી કાળુસિંહે નલીનકુમાર, રાજેશ કુમાર તથા ભરતસિંહ (રહે.હડીયોલ) સાથે ઓળખાણ કરાવેલી અને તેમની હડીયોલની ખાતાનં 1594 સર્વે નં-1059 ની 0-82-24 હેકટ૨ ખેતી લાયક જમીનની સામે મોઢુકાવાળી જમીન તથા રૂ.36 લાખ રોકડા આપવાની વાતચીત થયા બાદ હડીયોલની જમીન પસંદ આવતા ઠાકરડા નલીનભાઇ ધુળાજીએ નિતીનકુમારના પત્ની નિકેતાબેનના નામે તા.28-11-20ના રોજ બાનાખત કરી આપ્યું હતું તે સમયે રૂ.1 લાખ બાના પેટે તથા તા.28-11-20ના રોજ રૂ.7 લાખ રોકડા આપ્યા હતા હડીયોલવાળી જમીનમાં નલીનકુમાર ધુળાજી તથા રાજેશકુમાર ઉર્ફે રાજુસિંહ પરમાર તથા લીલાબેન ધુળાજીના જમીનના ઉતારામાં નામ હોઈ ત્રણેયને 4 લાખના ત્રણ ચેકો મળી કુલ રૂ.12 લાખના ચેકથી પેમેન્ટ કર્યું હતું.

ત્યારબાદ એપ્રિલ-21થી નલીનભાઇએ નિયમિત અંતરાલે પોતાને, મોટાભાઈની બે દીકરીઓને કોરોના થયાનું જણાવી કાચું લખાણ કરી કુલ રૂ. 14 લાખ લીધા હતા. અને તા.12-07-21ના રોજ નલીનભાઇ તથા રાજેશ ધુળાજી તથા કાળુસિંહ તથા અલ્પેશભાઈ આવેલા અને નલીને કહ્યું કે મારી માતાને દાખલ કરેલ છે અને બિલ ભરવા માટે પૈસાની જરુર છે એટલે મોઢુકા વાળી જમીનનો સોદો કેન્સલ કરીએ છીએ અને હડીયોલ વાળી જમીન રોકડેથી આપવાનું કહી નવેસરથી રૂ.80 લાખ કિંમત નક્કી થતા રૂ.11.50 લાખ આપ્યા હતા. ત્યારબાદ 08-11-21ના રોજ નલીન ધૂળાજી,રમેશજી નેનાજી તથા કાળુસિંહ અને અલ્પેશ માતાજીની રમણ છે કહીને રૂ.7.5 લાખ લઈ ગયા હતા.

નિતીનભાઈએ નલીનભાઇ તથા તેના ભાઇ રમેશ નેનાજી અને રાજેશજી ધુળાજીને રોકડેથી, ચેકથી તેમજ આરટીજીએસથી કુલ રૂ.52 લાખ આપી દીધા બાદ દસ્તાવેજ માટે ફોન કરતાં તેમની બહેન ભાગી ગયેલ છે અને તેમનુ વારસાઇમાં નામ હોવાથી તે આવે ત્યારે તમને દસ્તાવેજ કરી આપીશુ કહી જતા રહ્યા બાદ પાંચેક દિવસ પછી હડીયોલ જઈ તપાસ કરતા બધું ખોટું હોવાની ખબર પડી હતી અને તેમના ઘરે જતાં કોઈ ન મળતાં બીજા દિવસે ફરીથી નલીનભાઇના ઘેર જતાં અમે કોઇ જમીન વેચાણ આપેલ નથી અને અમે તમને ઓળખતા નથી તેવુ કહેતા નીતિનભાઈ અને અલ્પેશ બંન્ને જણા ત્યાંથી નીકળી ગયા હતા અને ગામના ઝાંપે આવતાં મુકેશભાઇ પટેલ મળી જતા તેમની સાથે વાતચીત કરવા દરમ્યાન ઓરીજીનલ રમેશજી નેનાજી નીકળતા મુકેશભાઇએ બોલાવતા ખબર પડી હતી કે પૈસા લેવા આવેલ અને સ્ટેમ્પવાળા કાચા લખાણ ઉપર સહી કરનાર વ્યક્તિ રમેશજી નેનાજી પણ અલગ છે તપાસ કરતાં જાણવા મળેલ કે રમેશજી બનીને આવેલ વ્યક્તિ ચંપકભાઇ દશરથભાઇ નાયી (રહે.હડીયોલ) હતા નિતીનભાઈની ફરિયાદ આધારે પોલીસે 6 સામે ગુનો નોંધ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.