પાકિસ્તાનમાં ૨૪ કલાકમાં ૩ હજારથી વધુ દર્દીઓ મળી આવ્યા
પાકિસ્તાન
વિશ્વમાં અત્યાર સુધીમાં ૬૧ લાખ ૬૧ હજાર ૪૮૭ લોકો સંક્રમિત થયા છે. ૨૭ લાખ ૩૮ હજાર ૩૩૩ લોકો સાજા થયા છે. મૃત્યુનો આંકડો વધીને ૩ લાખ ૭૧ હજાર ૧૬ થઈ ગયો છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પાકિસ્તાનમાં જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત છે. આવા સ્થળોમાં મસ્જિદ, બજાર, શોપિંગ મોલ્સ અને સાર્વજનિક પરિવહન શામેલ છે. દેશમાં ૨૪ કલાકમાં ૩,૦૩૯ કેસ નોંધાયા છે, ત્યારે સરકારે આ નિર્ણય લીધો છે. અહીં અત્યાર સુધીમાં ૬૯ હજાર ૪૯૬ કેસ મળી આવ્યા છે, જ્યારે ૧૪૮૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.