દાહોદ પોલીસે ચોર પકડ્યા બાદ સવગઢમાં થયેલી ચોરીની 25 દિવસે ફરિયાદ નોંધાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

દાહોદ પોલીસે ઘરફોડીયા પકડી સવગઢમાં વણ નોંધાયેલ રૂ.52 હજારની મત્તાની ઘરફોડ ચોરીનુ ડીટેક્શન થયા બાદ રૂરલ પોલીસે 25 દિવસ બાદ ચોરીની ફરિયાદ નોંધતા તર્કવિતર્ક વહેતા થયા છે. નોંધનીય છે કે ચોરીનો ભોગ બનનાર પાસે ઘરફોડીયાના સીસીટીવી ફૂટેજ પણ હોવાનંુ જાણવા મળી રહ્યુ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરને અડીને આવેલ સવગઢના નૂરાની પાર્કમાં રહેતા ઇમરાન ખાન અનવર ખાન શેખના કુંટુંબમાં લગ્ન હોઇ તા.10/02/22 ના રોજ મકાન બંધ કરી વિજયનગર ગયા હતા અને તા.15/02/22 નારોજ તેમના પડોશીએ રાત્રિ દરમિયાન તેમના ઘરમાં ચોરી થયાની જાણ કરતા ઇમરાનભાઇ હિંમતનગર આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા દરવાજાના તાળાં તોડી નાખ્યા હતા અને બધો સામાન વેર વિખેર પડ્યો હતો તથા તિજોરીમાં મૂકેલ રોકડ રૂ.17,000, સોનાની વીંટી કિં.રૂ.30,000, ચાંદીના છડા કિં.રૂ.4000 અને ચાંદીની વીંટીઓ કિં.રૂ.1000 મળી કુલ રૂ.52 હજારની મતાની ચોરી થયાની જાણ થઇ હતી. કેમેરા ચેક કરતા તા.15/02/22ના રોજ મળસ્કે 3:39 દરમિયાન ચાર શખ્સો જોવા મળ્યા હતા જેમાં એક શખ્સે માસ્ક પહેરેલ ન હોવાથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. તાજેતરમાં દાહોદ પોલીસે ઘરફોડીયા ઝડપતા સવગઢમાં તા.15/02/22 નારોજ ચોરી કર્યાનુ ડીટેક્શન થયુ હતુ અને ત્યારબાદ રૂરલ પોલીસે ફરિયાદ નોંધી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.