પ્રાંતિજના સલાલની મહિલા વિવિધ સખીમંડળો સાથે જોડાઈ 40 થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડે છે

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના સલાલની મહિલાએ રોજગારી મેળવવા અગરબત્તી, પગલૂછણીયા, ભરતગૂંથણ, સિલાઇ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કર્યા બાદ એન.જી.ઓ. સાથે મળી તાલીમ મેળવી હાલમાં 40 થી વધુ મહિલાઓને રોજગારી પૂરી પાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

સલાલના વનિતાબેન સોની કોલેજના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કરી વર્ષ 1992 થી વિવિધ પ્રવૃતિઓમાં સક્રિય છ.વનિતાબેને જણાવ્યું કે વર્ષ 1992 થી સ્વ-રોજગારી માટે અગરબત્તી, પગલૂછણીયા, ભરતગૂંથણ, સિલાઇ જેવી પ્રવૃતિઓ કરી રોજગારી મેળવતા હતા અને ત્યારબાદ એન.જી.ઓ.ના સંપર્કમાં આવ્યા હતા અને બીજી મહિલાઓને વિવિધ વસ્તુઓ બનાવવાની તાલીમ આપવાનું શરૂ કર્યું હતું તથા નવી-નવી વસ્તુઓ બનાવવાનું શીખી જરૂરિયાતમંદ બહેનોને શીખવતા ગયા હતા.

તેમણે સખી મંડળો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઇને અલગ-અલગ જગ્યાએથી અવનવી સુશોભનની વસ્તુઓ બનાવવાનુ શીખી સિવણની તાલીમ, સીઝનલ વસ્તુ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારબાદ ડી.આર.ડી.એ. ની તાલીમ મેળવી ફૂડ પ્રોસેસિંગ શીખી કેક અને આઇસક્રિમ બનાવવાની શરૂઆત કરી છે.

ઓછું ભણેલી મહિલાઓને તેમની આવડત પ્રમાણે પાપડ, પાપડી, વડી, સેવ વગેરે બનાવવા તથા હોળીના તહેવારમાં હર્બલ કલર બનાવવા, ભરતગૂંથણ સિવણ, પગલુછણીયા, ડિટર્જન્ટ પાવડર બનાવવો એમરોડરી બનાવવાની તાલીમ આપી છે. જેથી જે મહિલાઓ ઘરે રહીને પોતાનું ઘર સંભાળતા નવરાશના સમયે આ બધી કામગીરી કરી શકે અને ઓછામાં ઓછું ભણેલી મહિલા પણ મહિને 4-5 હજાર કમાઈ શકે છે. સલાલમાં પોતાના સખીમંડળોમાં બનાવેલી વસ્તુઓના વેચાણ માટે એક દુકાન પણ ખોલી છેે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.