હેલ્થ અને વેલનેસ સ્ટાર્ટઅપ રિસમપ્યોરન દ્વારા એટમોપ્યોર એર પ્યુરિફાયર લોન્ચ કરાયાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સેગમેન્ટમાં લગભગ ચાર દાયકાના અનુભવ સાથેની અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થામાંથી એક ભારત સેરમ્સ એન્ડ વેક્સિન્સ લિ. (બીએસવીએલ)ના ભૂતપૂર્વ પ્રમોટરોની માલિકીની રિસમપ્યોરન દ્વારા એર પ્યુરિફાયરોની એટમોપ્યુરન રેન્જ રજૂ કરવામાં આવી છે. ભારતમાં ઉત્તમ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય કલ્યાણ ઉત્પાદનો પૂરાં પાડવાનાં લક્ષ્ય સાથે રિસમપ્યોરન દ્વારા બે પ્રકાર મેડિકલ ગ્રેડ હેપા ૧૪ રેન્જ અને એડવાન્સ્ડ ગ્રેડ હેપા ૧૩ રેન્જ રજૂ કરવામાં આવ્યાં છે. એર પ્યુરિફાયરો રૂ. ૧૬,૯૯૦થી શરૂ થતી કિંમતો ગ્રાહકોને ઉપલબ્ધ થશે.

એટમોપ્યોરન એર પ્યુરિફાયર્સ તમે શ્વાસમાં લો છો તે વાયુમાંથી કોઈ વાયુજન્ય ખતરાઓ છટકી નહીં જાય તેની ખાતરી રાખીને તમારા આરોગ્યનું પૂર્વસક્રિય રીતે રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યાં છે. એટમોપ્યોરન એર પ્યુરિફાયર્સમાં અંદર અત્યાધુનિક ૫ તબક્કાની શુદ્ધિકરણ પ્રણાલી છે, જે બધા પ્રકારના વાયુજન્ય ખતરાને નાબૂદ કરે છે, કારણ કે તે અંતર્ગત પ્રી- ફિલ્ટર એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટર ડી એટેક ટેકનોલોજી સાથે આવે છે.

અમારી નવીન અને ક્રાંતિકારી ૩ડી એટેક ટેકનોલોજી તમારા ઘરના દરેક ખૂણામાં વાયુ સર્વ પ્રકારના એલર્જન્સ, જીવાણુઓ અને વાઈરસોથી મુક્ત રહે તેની ખાતરી રાખે છે. ૩ડી એટેક ટેકનોલોજીમાં ૩ શક્તિશાળી ટેકનોલોજી મેડિકલ ગ્રેડ હેપા ૧૪ યુવી-સી આયોનાઈઝર છે, જે તેને વાળ અને દૂળ, ગેસ, દુર્ગંધ, વીઓસી, પરાગરજ, ફૂગ, એલર્જન્સ, છારો, ફૂગી, જીવાણુ અને વાઈરસો જેવા બધા વાયુજન્યકણો (૦.૩ માઈક્રો જેટલા નાના) દૂર કરવા માટે તેને અજાેડ સંયોજન બનાવે છે.

સર્વ પાંચ ટેકનોલોજીઓ એકત્ર આવતાં એટમોપ્યોરન એર પ્યુરિફાયર્સ તમારા રૂમ માટે અજાેડ અને શક્તિશાળી બને છે.
વાયુ પ્રદૂષણ દિવસે દિવસે કથળી રહ્યું છે અને આપણે ધ્યાનમાં આવ્યા વિના આપણાં જ ઘરની અંદર ઝેરી વાયુ સતત શ્વાસમાં ળઈએ છીએ. એટમોપ્યોરન અત્યાધુનિક એર પ્યારિફાયર્સનું લોન્ચ આરોગ્યવર્ધક રાષ્ટ્ર બનાવવા માટે ભારતમાં ઉત્તમ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય કલ્યાણ ઉત્પાદનો લાવવાના અમારા ધ્યેયને સાકાર કરવાની દિશામાં પગલું છે, એમ ભારત સેરમ્સ એન્ડ વેક્સિન્સ લિ.ના ભૂતપૂર્વ ચેરમેન શ્રી ભરત દફતરીએ જણાવ્યું હતું.

આગળ જતાં કંપની વધુ નાવીન્યપૂર્ણ આરોગ્ય સંભાળ સમાધાન લાવવા માટે વ્યાપક સંશોધન હાથ ધરવાની યોજના બનાવી રહી છે. રિસમપ્યોરન બીટીબી અને અન્ય સેગમેન્ટ્‌સને લક્ષ્યમાં રાખતી શુદ્ધિકરણની શ્રેણીમાં વધુ ઉત્પાદનો લાવીને તેનો પોર્ટફોલિયો વિસ્તારવાની યોજના બનાવી રહી છે. અમારી પ્રોડક્ટ પોર્ટફોલિયોની વ્યૂહરચનાનો પાયો શુદ્ધિકરણ છે અને તે અમે રજૂ અને લોન્ચ કરીશું તે બધી પ્રોડક્ટોમાં આલેખિત થશે.

રિસમપ્યોરનના કમર્શિયલ ડાયરેક્ટર વૈકુંઠ ગણપતિએ જણાવ્યું હતું કે “અમારા લોગોમાં લીફ આ શુદ્ધતાનું પ્રતિક છે. તે અમારી માન્યતા અને વ્યૂહરચનાને એકત્ર જાેડે છે. ગ્રાહકો તેમની ઈમ્યુનિટી મજબૂત બનાવવા અને તેમની એકંદર લાઈફસ્ટાઈલને અપગ્રેડ કરવા માટે આરોગ્યવર્ધક પસંદગી કરી રહ્યા છે. આજે વધતી ધૂળ, પ્રદૂષકો અને ઓછી થતી લીલી હરિયાળીને ધ્યાનમાં લેતાં વાયુની ગુણવત્તા ઓછી થઈ રહી છે અને ગ્રાહકો એર પ્યુરિફાયર જેવા વધુ આરોગ્યલક્ષી સમાધાન લેવા આગ્રહ કરી રહ્યા છે. એટમોપ્યોરન એર પ્યુરિફાયરોમાં અત્યાધુનિક ટેકનોલોજી છે, જે તમારા ઘર અને ઓફિસમાં તમે શ્વાસમાં લો છો તે વાયુ સુરક્ષિત અને સ્વચ્છ હોય તેની ખાતરી રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.