ઓડી ઈન્ડિયાએ વિવિધ મોડેલ રેન્જમાં કિંમતમાં વધારો જાહેર કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ, 3જી માર્ચ, 2022- જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડી દ્વારા આજે ભારતમાં તેની મોડેલ રેન્જમાં 3 ટકા સુધીનો કિંમત વધારો ઘોષિત કરવામાં આવ્યો છે. આ કિંમત વધારો વધતા ઈનપુટ ખર્ચનું પરિણામ છે અને તે 1લી એપ્રિલ, 2022થી અમલમાં આવશે.

ઓડી ઈન્ડિયાના હેડ શ્રી બલબીર સિંહ ધિલ્લોંએ જણાવ્યું હતું કે “ઓડી ઈન્ડિયામાં અમે સક્ષમ બિઝનેસ મોડેલ ચલાવવા માટે વચનબદ્ધ છીએ. વધતા ઈનપુટ ખર્ચ અને બદલાતા ફોરેક્સ રેટ્સ સાથે અમારા અમારી મોડેલ રેન્જમાં 3 ટકા સુધી કિંમત વધારો કરવાની આવશ્યકતા પડી છે.”

ઓડી ઈન્ડિયાની વર્તમાન લાઈન-અપમાં પેટ્રોલ પાવર્ડ ઓડી A4, ઓડી  A6, ઓડી  A8 L, ઓડી Q2, ઓડી Q5, હાલમાં જ લોન્ચ કરાયેલી ઓડી Q7, ઓડી  Q8, ઓડી S5 સ્પોર્ટબેક, ઓડી Audi RS 5 સ્પોર્ટબેક, ઓડી RS 7 અને ટેરિફિક ઓડી RS Q8નો સમાવેશ થાય છે. ઈ-ટ્રોન બ્રાન્ડ હેઠળ ઈલેક્ટ્રિક વાહનના પોર્ટફલિયોમાં ઓડી ઈ-ટ્રોન 50, ઓડી ઈ-ટ્રોન 55, ઓ સ્પોર્ટબેક 55 અને ભારતની પ્રથમ ઈલેક્ટ્રિક સુપરકાર્સ ઓડી ઈ-ટ્રોન GT અને ઓડી RS ઈ-ટ્રોન GT સહિત વ્યાપક રેન્જનો સમાવેશ થાય છે.

ઓડી ઈન્ડિયા કમ્યુનિકેશન્સ

જુહી હિંગોરાની

Tel.: +91-9922301122

E-mail: juhi.hingorani@audi.in

www.audi-mediacenter.com

 
   

 

ઓડી ગ્રુપ પ્રીમિયમ અને લક્ઝરી સેગમેન્ટ્સમાં ઓટોમોબાઈલ્સ અને મોટરસાઈકલ્સની સૌથી સફળ ઉત્પાદકમાંથી એક છે. તેની બ્રાન્ડ્સ ઓડી, ડુકાતી, લેન્બોર્હિની સાથે અને 1લી જાન્યુઆરી, 2022થી બેન્ટ્લે સાથે તેમાં ફોક્સવેગન ગ્રુપમાં પ્રીમિયમ બ્રાન્ડ ગ્રુપનો સમાવેશ થાય છે. તેની બ્રાન્ડ્સ દુનિયાભરની 100થી વધુ બજારોમાં મોજૂદ છે. ઓડી અને તેની ભાગીદારો 13 દેશમાં 21 સ્થળે ઓટોમોબાઈલ્સ અને મોટરસાઈકલોનું ઉત્પાદન કરે છે.

2021માં ઓડી ગ્રુપે ઓડી બ્રાન્ડની આશરે 1.681 મિલિયન કાર, લેમ્બોર્હિની બ્રાડની 8405 સ્પોર્ટસ કાર, ડુકાતી બ્રાન્ડની 59,447 મોટરસાઈકલો ગ્રાહકોને ડિલિવરી કરી હતી. દુનિયાભરના 85,000થી વધુ લોકો ઓડીમાં અને આશરે 60,000 જર્મનીમાં કામ કરી રહ્યા છે. આકર્ષક બ્રાન્ડ્સ, નવાં મોડેલો, ઈનોવેટિવ મોબિલિટી ઓફરો અને પથદર્શક સેવાઓ સાથે પ્રીમિયમ બ્રાન્ડ ગ્રુપ સક્ષમ, વ્યક્તિગત પ્રીમિયમ મોબિલિટીની પ્રદાતા બનવાના માર્ગ પર પદ્ધતિસર રીતે આગેકૂચ કરી રર્યું છે.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.