અરવલ્લીઃ કોરોનાના નવા ૬ કેસ, સંક્રમિતો શોધવા કવાયત
કોરોનાને લઇ લોકડાઉનના ચોથા તબક્કાના અંતિમ દિવસોમાં અરવલ્લીમાં કોરોનાના નવા ૬ કેસ સામે આવ્યા છે. આજે નોંધાયેલા નવા ૬ કેસોમાં મોડાસામાં ૪, માલપુરમાં ૧ અને ભિલોડામાં ૧ કેસ મળી કુલ ૬ કેસ નોંધાયા છે. તમામ લોકોને તાત્કાલીક કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
અરવલ્લી જીલ્લામા આજે કોરોનાના નવા ૬ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. આજે મોડાસામાં નવા ૪ કેસ, માલપુર તાલુકાના હરીપુરામાં ૧ યુવક અને ભિલોડાના રેનીઓળમાં ૧ યુવક મળી કુલ નવા ૬ કેસ સામે આવ્યા છે. ૬ લોકોને કોરોના આવતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જીલ્લામાં કુલ કોરોના પોઝિટીવનો આંકડો ૧૧૮ પહોંચ્યો છે.
અરવલ્લીમાં આજે ૬ નવિન કેસ નોંધાયા છે. જેમાં મોડાસામાં હિમાંશુકુમાર ત્રિવેદી, ઉ.૩૭ પાર્થ ડુપ્લેક્ષ, હનીફભાઇ મુનિરભાઇ ફકીર,ઉ.૫૯, દાઉદ સુથાર,ઉ.૮૦ અને મોહાદ્દીન મુસ્તુફભાઇ સાડા ઉ.૩૧નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે મેઘરજના જયપ્રકાશ પટેલ,ઉ.૪૩ હરીપુરા(મેઘરજ) અને ભિલોડા તાલુકાના રણીયોદના હીતેશભાઇ જીવાભાઇ ખરાડી,ઉ.૨૫ નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૧૮ કેસ નોંધાયા છે. આ સાથે ૧૦૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને ત્રણ લોકોના મોત થતાં હાલ ૧૫ સારવાર હેઠળ છે.