રિયલમી તેની નાર્ઝો સિરીઝમાં નવા ઉમેરા – રિયલમી નાર્ઝો 50 નું અનાવરણ કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ફેબ્રુઆરી, 2022: રિયલમી, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી સ્માર્ટફોન બ્રાન્ડ એ, આજે તેના નાર્ઝો ફૈમલીમાં એક નવો ઉમેરો – રિયલમીનાર્ઝો 50 રજૂ કર્યો છે. સૌથી નવો ઉમેરો, રિયલમી નાર્ઝો 50, ‘માઇટી પરફોર્મન્સ બૂસ્ટર’ સ્માર્ટફોન ગેમિંગના શોખીનોને જીતશે કારણ કે તે સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રોસેસર, અદભૂત ડિસ્પ્લે, ઝડપી ચાર્જિંગ ક્ષમતાઓ અને લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઇફ સાથેનો વ્યાપક અનુભવ લાવે છે. જે મીડિયાટેક હેલિયો G96 ગેમિંગ પ્રોસેસર દ્વારા સંચાલિત છે, 5000mAh બેટરી સાથેનો બજેટ-ફ્રેંડલી સ્માર્ટફોન, રૂ. 12,999 થી શરૂ થાય છે

લોન્ચ પર ટિપ્પણી કરતા, શ્રી માધવ શેઠ, રિયલમી ભારતના CEO, રિયલમીના વાઇસ પ્રેસિડેન્ટ, રિયલમી ઇન્ટરનેશનલ બિઝનેસ ગ્રુપના પ્રેસિડેન્ટએ કહ્યું “રિયલમી નાર્ઝો સિરીઝ એ ફુલ-પેક્ડ પ્રદર્શન-લક્ષી સ્માર્ટફોન છે અને અત્યાર સુધી, અમને અગાઉના લોન્ચ થયેલા તમામ ઉત્પાદનો માટે વપરાશકર્તાઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ અને પ્રશંસા મળી છે. આજે, નાર્ઝો એ 7 મિલિયન+ મજબૂત યુઝર બેઝ બનાવ્યો છે અને આકર્ષક સુવિધાઓ સાથે લાખો મહત્વાકાંક્ષી સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે અમારી અપીલને વિસ્તૃત કરવાનું ચાલુ રાખશે. યુવા ખેલાડીઓ માટે પાવર, પર્ફોર્મન્સ અને આનંદના ક્લાસ કોમ્બિનેશનમાં શ્રેષ્ઠ લાવવાના અમારા ધ્યેયને અનુસરી ને, અમે રિયલમી નાર્ઝો 50 રજૂ કર્યો છે. આ નવા સ્માર્ટફોન સાથે, સેગમેન્ટમાં શ્રેષ્ઠ પ્રોસેસર, મીડિયાટેક હેલિયો G96 પ્રોસેસરને કારણે વપરાશકર્તાઓ રોમાંચક ગેમિંગ સેશનનો અનુભવ કરી શકે છે. આ નવા ઉમેરાના લોન્ચ સાથે, અમે આ ઉત્પાદનના વેચાણ માટે અમેઝોન સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. આ નવો સહયોગ અમને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવામાં મદદ કરશે અને ઓનલાઇન વેચાણ બજારમાં રિયલમીની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.”

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.