રશિયા-યુક્રેન યુદ્ધ : પોતાના દેશની સ્થિતિ જોઈ ફુટબોલ મેચ દરમિયાન ખેલાડીઓ રડી પડ્યા

Sports
Sports

યુક્રેન પર રશિયાના હુમલા બાદ સ્થિતિ બગડી રહી છે. યુદ્ધની અસર સ્પોર્ટ્સ પર પણ પડી રહી છે. યુક્રેનના ટેનિસ ખેલાડી સર્ગેઈ સ્ટાખોવ્સ્કી આર્મી રિઝર્વમાં સામેલ થઈ ગયા છે. 36 વર્ષના સર્ગેઈ 2013ના વિંલબડનમાં રોજર ફેડરરને હરાવી ચૂક્યા છે.

માન્ચેસ્ટર સિટીના ડિફેન્ડર ઑલેક્ઝેન્ડર જિનચેન્કો, પ્રીમિયર લીગમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને વાટફોર્ડની મેચ દરમિયાન પોતાના દેશની પરિસ્થિતિ જોઈને રડતા નજરે આવ્યા હતા. પોતાના સાથી ખેલાડી વિટાલી માયકોલેન્કોને ભેટીને તે ખૂબ રડ્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

જિનચેંકોએ પોતાના દેશના સમર્થનમાં ઘણી પોસ્ટ શેર કરી છે. મેચ દરમિયાન દર્શકો યુક્રેનના ધ્વજ અને બેનર સાથે પોતાના દેશને સપોર્ટ કરતા નજરે આવ્યા હતા.

ટેનિસ ખેલાડી સર્ગેઈ સ્ટાખોવ્સ્કીએ સ્કાઈ ન્યૂઝને કહ્યું હું મારા દેશ માટે લડવા તૈયાર છું. આ જ એકમાત્ર કારણ છે કે હું યુક્રેન જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મેં ગયા સપ્તાહે રિઝર્વ માટે સાઈન અપ કર્યું હતું. મારી પાસે સેન્ય અનુભવ નથી પણ મને પર્સનલી બંદૂક ચલાવાનો અનુભવ છે. મારા પિતા અને ભાઇ ડોક્ટર છે. તેઓ દબાણમાં છે, અને ભોંયરામાં ઉંઘી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.