હવે ઈન્સ્ટા અને મેસેન્જરની જેમ વ્હોટ્સએપ મેસેજ પર પણ રિએક્શન આપી શકાશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં નવું ફીચર ઉમેરાશે. કંપનીએ ડેસ્કટોપ બીટા યુઝર્સ માટે નવું મેસેજ રિએક્શન ફીચર ફીચર રિલીઝ કર્યું છે. અર્થાત ટૂંક સમયમાં ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે. આ સિવાય કંપની નવાં પ્રાઈવસી ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.

આ ફીચર હવે ડેવલપમેન્ટ ફેઝમાં છે. વ્હોટ્સએપનાં ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ અપકમિંગ ફીચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આ ફીચર ટૂંક સમયમાં એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર તેને રોલઆઉટ કરવામાં આવશે.

WABetaInfoએ શેર કરેલા સ્ક્રીનશૉટ પ્રમાણે, મેસેજની ડાબી બાજુ એક આઈકોન જોવા મળશે. આ આઈકોન પર ક્લિક કરતાં જ 6 પ્રકારની ઈમોજી જોવા મળશે. તેમાંથી યુઝર કોઈ એકની પસંદગી કરી રિએક્શન આપી શકશે. આ ઈમોજીમાં થમ્બ્સ અપ, રેડ હાર્ટ, ફેસ વિધ ટિયર્સ ઓફ જોય, શૉક્ડ ફેસ, ક્રાઈંગ ફેસ અને ફોલ્ડેડ હેન્ડ્સ સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.