KBC માં ૧૯ વર્ષ પહેલા ૧ કરોડ જીતનાર રવિ મોહન સૈની બન્યા પોરબંદરના એસપી

ફિલ્મી દુનિયા

મુંબઈ,
ટેલીવૂડના સૌથી સફળ શામાં સામેલ અને અમિતાભ બચ્ચનની લોકપ્રિયતાના માપદંડ સમાન કૌન બનેગા કરોડપતિ માં ૨૦ વર્ષ અગાઉ આ છોકરો ૧૪ વર્ષની નાની વયે એક કરોડ રૂપિયા જીત્યો હતો. આ છોકરો અત્યારે આઇપીએસ બની ગયો છે અને મંગળવારે ગુજરાતના એક શહેરનો એસપી એટલે કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ બની ગયો છે. આ છોકરાનું નામ છે ડા. રવિ મોહન સૈની. તેમણે મંગળવારે પોરબંદર શહેરના જિલ્લા પોલીસ અધિક્ષક (પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ)નો પદભાર સંભાળ્યો છે.
વર્ષ ૨૦૦૧માં રવિએ કૌન બનેગા કરોડપતિ જૂનિયરની સિઝન દરમિયાન તમામ સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતા. રવિ મોહન સૈનીએ વર્ષ ૨૦૧૪માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. હાલ ૩૩ વર્ષની વય ધરાવતા અને પોરબંદરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સૈની અગાઉ રાજકોટમાં ડીસીપી તરીકે કાર્યરત હતા. તેઓ એક સૈનિક પરિવારમાંથી આવે છે. રવિ મોહન સૈની મૂળે રાજસ્થાનના અલવરના છે. તેમના પિતા નૌકાદળના સેવાનિવૃત્ત અધિકારી છે.
રવિએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સાથે સાથે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી છે. પિતાના પોસ્ટંગને કારણે તેમણે સ્કૂલનો અભ્યાસ આંધ્રપ્રદેશમાં વિશાખાપટનમ સ્થત નૌકાદળની પબ્લક સ્કૂલમાં કર્યો હતો. જ્યારે ૧૯ વર્ષ અગાઉ રવિ ૧૦મા ધોરણમાં હતો, ત્યારે પહેલી વાર કૌન બનેગા કરોડપતિ જૂનિયરમાં આવ્યો હતો. આ શામાં અમિતાભ બચ્ચને પૂછેલા તમામ સવાલોનો સાચો જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.