પાલનપુરના ચડોતર પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી ૧૦ લાખની ચોરી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર ડીસા હાઇવે પર ચડોતર પાસે પંચવટી ઢાબા પર પાર્ક કરેલ ટ્રકમાંથી ૧૦ લાખ ઉપરાતની ચોરી થઇ હોવાના અહેવાલ સાંપડ્‌યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજસ્થાનના સાંચોરના ખેડૂતો ઉંઝા માર્કેટયાર્ડમાં જીરુ વેચીને રાત્રે ૦૧ઃ૩૦ આસપાસ ટ્રક નંબર ય્ત્ન-૦૨-રૂ-૭૧૨૧માં પરત ફરી રહ્યા હતા. ત્યારે પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર નજીક પંચવટી ઢાબા પાસે આ ખેડૂતો ઝોકું આવતા વિસામો કરવા ટ્રક પાર્ક કરી આરામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ ગઠિયો તક નો લાભ લઇ જીરું વેચીને મળેલા રૂ.૧૦ લાખની રોકડ રકમ અને ચારેક મોબાઈલની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ ખેડૂતો સાંચોરના પુરોહિત હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસએ તપાસ હાથ ધરી છે. જોકે, ઢાબા પરના સીસી ટીવી કેમેરા પણ બંધ હોઈ પોલીસને કોઈ નક્કર કડી મળી ન હોવાના અહેવાલ સાંપડ્‌યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.