![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/Maruti-Baleno.jpg)
મારુતિ સુઝુકી ન્યુ એજ બલેનોનો વૈશ્વિક પ્રિમીયર
મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમીટેડએ આજે જેની લાંબા ગાળાથી પ્રતીક્ષા કરવામાં આવી રહી છે તેવી ટેકનોલોજીકલી ચડીયાતી હેચબેક – ન્યુ એજ બલેનોને બજારમાં મુકવાની ઘોષણા કરી છે. અસંખ્ય શ્રેષ્ઠ વર્ગની ટેકનોલોજી, સુરક્ષા અને આરામ અને સુગમતા ફીચર્સ સાથે સજ્જ અને NEXAની નવી સિગ્નેચર ક્રાફ્ટેડ ફ્યુચરિઝમ ડિઝાઇન લેંગ્વેજથી સજ્જ, ન્યુ એજ બલેનો ગ્રાહકોને અસમાંતરીત ડ્રાઇવીંગ અનુભવ પૂરો પાડશે.
ન્યુ એજ બલેનોને વિશ્વ સમક્ષ રજૂ કરતા, મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી કેનિચી આયુકાવાએ જણાવ્યું હતુ કે, “બલેનોને બજારમાં મુકી ત્યારથી શ્રેષ્ઠ વેચાણ ધરાવતી ટોચના પાંચ કારમાંની એક છે. ભારતમાં 1 મિલીયનથી વધુ ગ્રાહકો બલેનોથી ખુશ છે અને વિશ્વના 100થી વધુ દેશોમાં તેની ડિઝાઇન અને પર્ફોમન્સની પ્રશંસા કરવામાં આવી છે. ન્યુ એજ બલેનો અમારો ભવિષ્ય તરફે નવો દ્રષ્ટિકોણ છે. ટેકનોલોજી અને શોધ પર ફોકસ સાથે ન્યુ એજ બલેનો વિવિધ પ્રથમ વખતના સેગમેન્ટ ફીચર્સ સથે પ્રિમીયમ હેચબેકને પુનઃશક્તિશાળી બનાવવા મટે સજ્જ છે. નવા યુગની ટેકનોલોજી અને ફીચર્સની સાથે ફ્રેશ દેખા, પ્રિમીયમ ઇન્ટેરિયર્સ અને સુરક્ષા પરનું ખાસ ફોકસ ગ્રાહકના અનુભવને નવી ઊંચાઇએ લઇ જશે.”