શિહોરી-થરા નેશનલ હાઇવે પર ટ્રેલરના ચાલકે યુવકને અડફેટે લેતાં કરૂણ મોત

Other
Other

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી-થરા વચ્ચે નેશનલ હાઇવે 27 ઉપર ડુંગરાસણ પાટીયા નજીક ગુરૂવારે ટ્રેલરના ચાલકે ટ્રેલર પૂરપાટઝડપે હંકારી એક યુવકને અડફેટે લેતાં કમકમાટીભર્યું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ટ્રેલર ચાલક ટક્કર મારી ટ્રેલર લઇ ફરાર થઇ ગયો હતો.આ બનાવ અંગે સ્થાનિક લોકોએ શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં બેફામ રીતે ટ્રેલર ચાલકો અને રેતી ભરેલા ડમ્પર ચાલકો પૂરપાટઝડપે ઝડપે હંકારી લોકોને અડફેટે લેતાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ટ્રેલર ચાલકો અને ડમ્પર ચાલકો સામે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ. કાંકરેજ તાલુકાના શિહોરી-થરા વચ્ચે નેશનલ હાઇવે 27 ઉપર ડુંગરાસણ પાટીયા નજીક ગુરૂવારે ટ્રેલરના ચાલકે ટ્રેલર માતેલી સાંઢની જેમ હંકારી કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામના ભલાભાઇ ઠાકોર (ઉં.વ.આ. 28) ને અડફેટે લેતાં કમકમાટીભર્યું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

આ ઘટના અંગે સ્થાનિક લોકોએ શિહોરી પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ. અર્થે શિહોરી રેફરલમાં ખસેડાઇ હતી. જ્યારે ટ્રેલર ચાલક ટક્કર મારી ટ્રેલર લઇ ફરાર થઇ ગયો હતો. જ્યારે યુવકનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમા પ્રસરી ગઇ છે. જ્યારે ગામમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે શિહોરી પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.