![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/02/KAZIRANGA-RANGE-scaled.jpg)
ટાટા મોટર્સ ભારતની #1 એસયુવી બ્રાન્ડની ઉજવણી કરે છે
મુંબઈ, 23મી ફેબ્રુઆરી, 2021- એસયુવી સેગમેન્ટમાં આગેવાન સ્થાનની ઉજવણી કરતાં ભારતની અગ્રણી ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સ દ્વારા આજે ભરતના ઉત્તમ નેશનલ પાર્કસને સલામી આપવા સાથે ભારતની સમૃદ્ધ ભૌગોલિક અને જૈવિક વૈવિધ્યતાથી પ્રેરિત એસયુવીની અનટેમ્ડ કાઝીરંગી એડિશન રજૂ કરી હતી. આ એસયુવીની પ્રતિકાત્મક, અનોખી સ્પેશિયલ એડિશનમાં ભારતની પ્રથમ અને સૌથી સુરક્ષિત સબ કોમ્પેક્ટ એસયુવી ધ પંચ, ભારતની પ્રથમ જીએનસીએપી 5 સ્ટાર રેટેડ કાર નેક્સોન, લેન્ડ રોવરના ડીએનએ સાથેની કંપનીની પ્રીમિયમ એસયુવી હેરિયર અને તેની ફ્લેગશિપ 7 સીટર એસયુવી ધ સફારીનો સમાવેશ થાય છે. બુકિંગ્સ આજથી આરંભ કરતાં કાઝીરંગા એડિશન બધી ટાટા મોટર્સ અધિકૃત ડીલરશિપ્સમાં તેમના સંબંધિત ટોપ ટ્રિમ્સમાં જ મળશે.
આ અવસરે બોલતાં ટાટા મોટર્સ પેસેન્જર્સ વેહિકલ્સ લિ.ના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર કેરના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજન અંબેએ જણાવ્યું હતું કે,“એસયુવી તરફ વધતો ઝોક વૈશ્વિક પ્રવાહ છે અને ભારતમાં પણ આ જ સ્થિતિ છે. અમે અમારા મહેમાનો દ્વારા વ્યાપક સરાહના કરવામાં આવેલી એસયુવીની અમારી નવો ફોરેવર રેન્જ સાથે આ પ્રવાહ પર સવારી કરી રહ્યા છીએ. વર્તમાન ઉદ્યોગના સંજોગો તેમ જ બજાર સ્થળમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવાથી અમે તેમાંથી #1 એસયુવી બ્રાન્ડતરીકે ઊભરી આવ્યા તેની ખુશી છે અને બ્રાન્ડ પર વિશ્વાસ મૂકવા માટે અમારા બધા ગ્રાહકોના આભારી છીએ. આ સફળતાની વાર્તાને આગળ લઈ જવા માટે અમે આપણા દેશની સમૃદ્ધ જૈવવિવિધતાથી પ્રેરિત એસયુવીની અનટેમ્ડ કાઝીરંગા એડિશન રજૂ કરવામાં બેહદ ખુશી અનુભવી રહ્યા છીએ. કાઝીરંગા ઉત્તમ ભારતીય એક શીંગડાવાળો રાયનોનુ પ્રતિક છે, જે પ્રાણી વિશ્વભરમાં તેની સ્થિતિસ્થાપકતા અને શક્તિ માટે જાણીતું છે. આ રેન્જ અમારી અસલ એસયુવીના ગો -એનીવ્હેર ડીએનએ પર ભાર આપે છે. આમાં ઉમેરો કરતાં નવી ફોરેવર બ્રાન્ડના વચનની રેખામાં અમે અમારા ગ્રાહકો માટે અમારો એસયુવીનો પોર્ટફોલિયો ડાઈવર્સિફાઈ કરી રહ્યા છીએ અને અમને આશા છે કે આ રજૂઆતથી આ સેગમેન્ટમાં આગેવાન તરીકે અમારું સ્થાન વધુ મજબૂત બનશે.”
Models | Start Price ( in INR, Ex-showroom Delhi) |
Punch | 8,58,900 |
Nexon (Petrol) | 11,78,900 |
Nexon (Diesel) | 13,08,900 |
Harrier | 20,40,900 |
Safari (7S) | 20,99,900 |
ટાટા મોટર્સે હાલમાં જ આઈપીએલના ચાહકો માટે પંચ કાઝીરંગા એડિશનની લિલામીની તેની યોજના ઘોષિત કરી હતી અને વિજેતા બોલીમાંથી આવનારી બધી રકમ કાઝીરંગામાં વાઈલ્ડલાઈફનું સંવર્ધન કરવાના પ્રયાસમાંદાન કરવાનું નક્કી કર્યું છે.
આ નવી રેન્જ કારની એકંદર ડિઝાઈન બહેતર બનાવવા ઘણા બધા રસપ્રદ ઉમેરા સાથે આવે છે. બધા મોડેલ પિયાનો બ્લેક ફિનિશમાં ડ્યુઅલ ટોન રૂફ સાથે ગ્રાસલેન્ડ બીજ એક્સટીરિયર બોડી કલર સાથે આવે છે. અર્ધી બીજ લેધરેટ અપહોલ્સ્ટરી અને ટ્રોપિકલ વૂડ ડેશબોર્ડ સાથે ઈન્ટીરિયર્સમાં અનેક અર્ધી બીજ કલર્ડ ઈન્સર્ટસ કારને વધુ થીમેટિક બનાવવા સાથે ખાસ અહેસાસ સાથે ઈન્ટીરિયરને સુંદર બનાવે છે. ઉપરાંત ફ્રન્ટ હેડરેસ્ટ્સ (સફારીમાં બીજી હરોળમાં પણ) પર એકબીજાની સન્મુખ બે રિનોસેરોસીસના એમ્બોસ્ડ આઉટલાઈન્ડ ટોર્સો અને ફ્રન્ટ ફેન્ડર પર નવા સાટિન બ્લેક રિનો મેસ્કોટનો ઉમેરો મેસ્કોટની મજબૂત સખતાઈ સાથે સુમેળ સાધતાં ટાટા મોટર્સની અસલ એસયુવીના ગો- એનીવ્હેર વલણ પર ભાર આપે છે.
ભારતની પ્રથમ અને સૌથી સુરક્ષિત સબ- કોમ્પેક્ટ એસયુવી- ધ ટાટા પંચમાં સંપૂર્ણ નવા અર્ધી બીજ લેધરેટ અપહોલ્સ્ટરી, પિયાનો બ્લેક ડોર ટ્રિમ, અર્ધી બીજ ટ્રાય- એરો ફિનિશ ડેશબોર્ડ મિડ પેડ, ગ્રેનાઈટ બ્લેક રૂફ રેઈલ્સ, પિયાનો બ્લેક હ્યુમેનિટી લાઈન ફ્રન્ટ ગ્રિલ અને જેટ બ્લેક 16 ઈંચ એલોય વ્હીલ્સ સાથે તત્ત્વોનો રસપ્રદ ઉમેરો કરાયો છે. આ કાઝીરંગા એડિશન ટોપ પર્સોના ક્રિયેટિવ MT, ક્રિયેટિવ MT-iRA, ક્રિયેટિવ AMTઅને ક્રિયેટિવ AMT-iRAમાં ઉપલબ્ધ છે.
નેક્સોનમાંતેના નવા અવતારમાં ડ્રાઈવર અને કો- ડ્રાઈવર માટે વેન્ટિલેટેડ સીટ્સનો ઉમેરો કરાયો છે. એર- પ્યુરિફાયરનો વિચારપૂર્વકનો ઉમેરો તેની કેબિન આરામદાયક અને સુરક્ષિત બનાવે છે. ડ્રાઈવરને વધુ સહજતા આપવા નવું ઈલેક્ટ્રો- ક્રોમેટિક IRVM આ આવૃત્તિમાં રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત નેક્સોન કાઝીરંગા ડ્યુઅલ ટોન અર્ધી બીજ લેધરેટ અપહોલ્સ્ટરી, પિયાનો બ્લેક ડોર ટ્રિમ્સ, ટ્રોપિકલ વૂડ ફિનિશ ડેશબોર્ મિડ- પેડ, ગ્રેનાઈટ બ્લેક બોડી ક્લેડિંગ્સ અને રૂફ રેલ્સ, પિયાનો બ્લેક હ્યુમિટી લાઈન ફ્રન્ટ ગ્રિલ અને જેટ બ્લેક 16 ઈંચ એલોય વ્હીલ્સથી પણ સુસજ્જ છે. નેક્સોન કાઝીરંગા એડિશન બે ટ્રિમ્સમાં મળશે, જેમાં પેટ્રોલ અને ડીઝલ પાવરટ્રેન્સ, નેક્સોન XZ+ (P) અને નેક્સોન XZA+ (P)નો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સની પ્રીમિયમ એસયુવી ધ હેરિયરમાં હવે ડ્રાઈવર અને કો- ડ્રાઈવર માટે વેન્ટિલેટેડ સીટ્સનો ઉમેરો કરવા સાથે બહેતર દેખાવ ઉમેરાયો છે. એર- પ્યુરિફાયરનો વિચારપૂર્વકનો ઉમેરો તેના કેબિનને આરામદાયક અને સુરક્ષિત અહેસાસ આપે છે. તે ઘણી બધી નવી કનેક્ટેડ કાર ટેકનોલોજીઓ, (iRA કનેક્ટેડ કાર ટેકનોલોજી, રિમોટ કમાન્ડ્સ, લોકેશન આધારિત સેવાઓ, ઓવર ધ એર અપડેટ્સ, લાઈવ વેહિકલ ડાયગ્નોસ્ટિક્સ અને ગેમિફિકેશન) સાથે એપ્પલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો ઓવર વાયફાય સાથે આવે છે. ડ્યુઅલ ટોન અર્ધી બીજ લેધરેટ સીટ્સ અને ડોર ટ્રિમ્સ, ટ્રોપિકલ વૂડ ફિનિશ ડેશબોર્ડ મિડ- પેડ, ગ્રેનાઈટ બ્લેક બોડી ક્લેડિંગ્સ, પિયાનો બ્લેક ઈન્સર્ટસ સાથે ગ્રેનાઈટ બ્લેક ફ્રન્ટ ગ્રિલ અને જેટ બ્લેક 17 ઈંચ એલોય વ્હીલ્સ સાથે કાઝીરંગા એડિશનમાં ધ હેરિયર બે ટ્રિમ્સમાં મળશે, જેમાં હેરિયર XZ+ અને હેરિયર XZA+નો સમાવેશ થાય છે.
ટાટા મોટર્સની ફ્લેગશિપ એસયુવી ધ સફારી તેના સેગમેન્ટમાં સૌથી સમૃદ્ધ વાહનમાંથી એક છે. 1લી અને 2જી હરોળમાં વેન્ટિલેટેડ સીટ્સ જેવી તેની ટોપ ટ્રિમ, વાયરલેસ ચાર્જર, એપ્પલ કાર પ્લે /એન્ડ્રોઈડ ઓટો ઓવર વાય-ફાય, એર પ્યુરિફાયર iRA સાથે સમૃદ્ધ સફારી કાઝીરંગામાં ડ્યુઅલ ટોન અર્ધી બીજ લેધરેટ સીટ્સ અને ડોર ટ્રિમ્સ, ટ્રોપિકલ વૂડ્સ ફિનિશ ડેશબોર્ડ મિડ- પેડ, ગ્રેનાઈટ બ્લેક બોડી ક્લેડિંગ્સ, ગ્રેનાઈટ બ્લેક ફ્રન્ટ ગ્રિલ અને પિયાનો બ્લેક ઈન્સર્ટસ સાથે રૂફ રેલ્સ અને જેટ બ્લેક 18 ઈંચ એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. સફારીમાં આ એડિશન 4 ટ્રિમ્સમાં મળશે- XZ+ 7S, XZA+ 7S, XZ+ 6S, XZA+ 6S.
ઓફરો અને કાર ખરીદીના વિકલ્પો પર વધુ જાણકારી માટે તમારી નજીકની ડીલરશિપને કોલ કરો અથવા વિઝિટ કરો https://cars.tatamotors.com/
સમાપ્ત