Koo એપએ જીત્યો NASSCOM નો પ્રતિષ્ઠિત લીગ ઓફ 10- ઇમર્જ 50 એવોર્ડ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo App એ વર્ષ 2021 માટે NASSCOM નો પ્રતિષ્ઠિત લીગ ઓફ 10- ઇમર્જ 50 એવોર્ડ જીત્યો છે. જ્યારે NASSCOM નું Emerge 50 એ ભારતની સૌથી વધુ પરિવર્તનકારી સોફ્ટવેર પ્રોડક્ટ કંપનીઓમાંથી 50ના વિચારપ્રેરક વિઝનની ઉજવણી કરે છે, ત્યારે અત્યંત પ્રખ્યાત લીગ ઓફ 10 એ મહાન બ્રાન્ડ્સની સંભવિતતાની જાહેરાત કરે છે જે માત્ર નવા પરિમાણો જ નથી બનાવતી પરંતુ ડિજિટલ જીવનને પુન: આકાર આપી રહી છે અને વૈશ્વિક બજારોમાં પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે.

Koo એપ વર્ષ 2021 માટે લીગ ઓફ 10માં સ્થાન મેળવનાર એકમાત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. એક તેજસ્વી બહુભાષી પ્લેટફોર્મ તરીકે ઓળખાતી, Koo એપ ભારતીયોને 10 ભાષાઓમાં પોતાની જાતને ઓનલાઈન વ્યક્ત કરવા સક્ષમ બનાવે છે. કુ એપની શ્રેષ્ઠ વિશેષતાઓમાં બહુભાષી પોસ્ટિંગ સુવિધા છે, જે વપરાશકર્તાઓને તેમના સંદેશાઓ વાસ્તવિક સમયમાં અનુવાદ સાથે બહુવિધ ભાષાઓમાં મોકલવા માટે સક્ષમ બનાવે છે, જ્યારે મૂળ ટેક્સ્ટ સાથે સંકળાયેલા સંદર્ભ અને ભાવનાને જાળવી રાખે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.