શાર્પે પાંચ નવા મૉડલ્સની સાથે એ3 મલ્ટિફંક્શનલ પ્રિન્ટર લાઇનઅપનો વિસ્તાર કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી, 2022: શાર્પ કોર્પોરેશન, જાપાનની પૂર્ણ સ્વામિત્વ વાળી ભારતીય સહાયક કંપની શાર્પ બિઝનેસ સિસ્ટ્મ્સ (ઈન્ડિયા) પ્રા.લિ.એ એ3 સાઇઝ મોનો મલ્ટી-ફંક્શન પ્રિન્ટર (એમએફપી) સીરિઝની નવી રેંજ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે, જેમાં બીપી-30એમ35ટી, બીપી-30એમ35, બીપી-30એમ31, બીપી-30એમ28ટી અને બીપી-30એમ28 શામેલ છે. પોતાના કોમ્પેક્ટ ફૂટપ્રિંટ, વાયરેલસ ક્ષમતાઓ અને અદ્યતન ડાટા સુરક્ષા સુવિધાઓની સાથે નવી પ્રિન્ટર રેંજ કોઇ પણ ઑફિસના વાતાવરણમાં સુરક્ષિત અને નિરંતર રીતે ફિટ થઇ જાય છે. સાથે જ પ્રિન્ટિંગ ક્ષમતાને વધારે છે, રિમોટ વર્કિંગમાં સહાયતા કરે છે અને વિભિન્ન ડોક્યુમેન્ટેશન જરૂરિયાતોને પૂરી કરે છે. આ મલ્ટિફંક્શનલ પ્રિન્ટર ક્રમશઃ 35 પીપીએમ, 31 પીપીએમ અને 38 પીપીએમ સુધી પ્રિન્ટ ગતિની સાથે સહજ ઉપયોગકર્તા અનુભવ પ્રદાન કરે છે. આ લૉન્ચ ડોક્યમેન્ટ બિઝનેસ શાર્પની 50મીં વર્ષગાંઠ સમારંભને પણ ચિહ્નિત કરે છે.

નવી શ્રેણી 7 ઈંચની ટચ સ્ક્રિન, સરળ યૂઆઈ, ડ્યૂલ નેટવર્ક સપોર્ટ, સર્વર રહિત પ્રિન્ટ રીલિઝ અને ડાટા એન્ક્રિપ્શન, સ્ટાંડર્ડ ડુપ્લેક્સ અને નેટવર્ક 2 Û 500 શીટ ટ્રે ક્ષમતા જેવી સુવિધાઓથી સુજ્જિત છે. સાથે જ મોટા અને મ્ધ્યમ કોર્પોરેટ્સ, બીએફએસઆઈ, સરકારી સંસ્થાઓ, હેલ્થકેર, શિક્ષા, લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ, એન્જિનિયરીંગ ફર્મો અને આધુનિક રિટેલ માટે ડોક્યુમેન્ટેશન જરૂરિયાતોને પૂરી કરવા માટે યોગ્ય છે, જે પોતાની વેપાર-જરૂરિયાતમાં ઇંટેલિજેંટ, લચીલા અને સુરક્ષિત સૉલ્યુશનની માંગ કરે છે.

નવા લૉન્ચ વિશે શાર્પ બિઝનેસ સિસ્ટમ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શિંજી મિનાતોગાવાએ જણાવ્યું કે શાર્પમાં અમે માત્ર પોતાના વેપારનો વિસ્તાર કરવા ઇચ્છતા નથી, પરંતુ અમે દુનિયા ભરમાં લોકોની સંસ્કૃતિ, ફાયદા અને કલ્યાણમાં યોગદાન આપવા માટે પોતાની અનોખી, નવીન તકનીકનો ઉપયોગ કરવા માટે સમર્પિત છીએ. આ એક અવિશ્વસનીય અનુભવ છે, જે અદ્યતન ડોક્યુમેન્ટ સિસ્ટ્મ્સ અને બદલતા બિઝનેસ ઓપરેશન્સની સાથે અમારી પાછલા પાંચ દાયકાની સફરમાં પ્રતિબિંબિત થાય છે. અમારી નવીનતન એમએફપી રેંજ અનેક ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ ફિચર્સ અને ક્લાસ લીડિંગ એક્સપીરિયંસ પ્રદાન કરવા માટે ઇનોવેશનના અમારા સમૃદ્ધ વારસા પર આધારિત છે, જે વ્યાવસાયિક પરિણામોમાં સુધારો કરશે અને વેપાર નિરંતરતા પ્રયત્નોમાં સહાયતા કરશે.

શાર્પની નવી એમએફપી રેન્જ રૂ. 2,46,500થી શરૂ થાય છે, જેમાં બીપી-30એમ35ટી, બીપી-30એમ35, બીપી-30એમ31, બીપી-30એમ28ટી અને બીપી-30એમ28 શામેલ છે. આ નવી રેન્જ દેશ ભરમાં ઓફિસિસ અને અધિકૃત ડીલરશિપ પર ખરીદવા માટે ઉપલબ્ધ હશે.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.