ઇડરની રોજીવેલી સોસાયટીમાં ઘરના માળિયા પર સૂઇ રહેલો મજૂર 3 વર્ષની બાળકી પર પટકાતાં મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડરની રોજીવેલી સોસાયટીમાં બાંધકામ સાઇટ પર દાહોદ જિલ્લાનો મજૂર પરિવાર તા.18-02-22ની રાત્રિ દરમિયાન સૂઇ રહ્યો હતો. ત્યારે સાડા અગિયારેક વાગ્યે મકાનના માળિયાના સ્લેબ પર સૂઇ રહેલા મજૂર રગડીને નીચે સૂઇ રહેલી 3 વર્ષીય બાળકી ઉપર પડતાં બાળકીને ઊલટીઓ શરૂ થયા બાદ સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઇડરની રોજીવેલી સોસાયટીમાં મજૂર તરીકે કડિયાકામ કરવા અલ્કેશભાઈ હરસિંગાભાઈ કટારા તથા તેમની પત્ની અને બે દીકરીઓ (મૂળ રહે.પીપળી ફળી જાફરપુર તા.જાલોર જિ.દાહોદ) મજૂરી અર્થે ઇડરમાં આવ્યા બાદ સોસાયટીમાં જ બાંધકામ ચાલતું હોઇ ત્યાં જ રહેતા હતા. 18 ફેબ્રુઆરીના રોજ રાત્રે તેઓ પરિવાર સાથે સૂઇ રહ્યા હતા. તે દરમિયાન તેમનો કુટુંબી મામાનો દીકરો શંકરભાઈ મહેશભાઈ અને બીજા બે માણસો કુલ ત્રણ લોકો જે ત્યાં ઉપરના માળિયાના ભાગે સૂઇ રહ્યા હતા. તે પૈકી શંકરભાઈ ઊંઘમાં અચાનક સાડા અગિયારેક વાગ્યાના સુમારે નીચે ગબડી પડતાં અલ્કેશભાઇની 3 વર્ષની બાળકી તૃપ્તિ ઉપર પડતાં બાળકી તથા શંકરભાઈને પણ ઇજાઓ થઈ હતી. સવારે દીકરીને ઊલટીઓ શરૂ થતાં સારવાર માટે ખાનગી દવાખાને લઇ ગયા હતા. જ્યાં ડોકટરે દવા આપી રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે બાળકીને ઊલટીઓ થતી હોવાથી ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા દરમિયાન બાળકી બેહોશ થઇ ગઇ હતી અને સિવિલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં બાળકીને મૃત જાહેર કરી હતી. ઇડર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

ચકચારી આ ઘટનામાં મજૂર પણ ઘાયલ થયો
શંકરભાઈ ઊંઘમાં અચાનક સાડા અગિયારેક વાગ્યાના સુમારે નીચે ગબડી પડતાં બાળકી તૃપ્તિ ઉપર પડતાં શંકરભાઈને પણ ઇજાઓ થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.