વંદનાની હિંમતને દાદ દેવી પડે

રસમાધુરી
રસમાધુરી

શરીર પર ચાકુના સત્તર ઘા, તેમાંથી વહેતું લોહી, તે છતાં તેની હિંમત તુટી નહી. તે ખેતરમાં ઉભી હતી અને તેના પર હુમલો કરનાર ત્રણે છોકરા ભાગતા હતા.તેમણે ગામલોકોને મદદે આવતા જાઈ લીધા હતા.
વંદના રોજની જેમ આજ પણ ઘરેથી પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારો લેવા ખેતરે જવા નીકળી ત્યારે માએ પૂછેલું,‘અરે! વંદના ક્યાં જાય છે?’
‘મા, હું ડોબાં માટે ઘાસ લેવા ખેતરે જાઉં છું’
‘અરે, સાંભળ તેં ખાઈ લીધું ? માએ પથારીમાં પડ્યાં પડ્યાં નબળા અવાજે તેને પુછ્યું
‘આવીને ખાઈ લઈશ.ઢોર બધાં ભૂખ્યાં છે.ચાર લઈને હમણાં પાછી આવું છું.
‘નાનાને સાથે લઈ જજે.’
વંદનાએ નાના ભાઈને બૂમ પાડી અને ખેતરે જવા નીકળી પડી. વંદનાની મા ઘણા દિવસથી બિમાર રહેતી હતી . પિતા કામકાજ માટે બહારગામ ગયેલા હતા. ભાઈ નાનો હતો. તેથી બધી જવાબદારી તેની જ હતી.જેને તે સારી રીતે નિભાવતી હતી. ઘરનું કામકાજ પતાવ્યા બાદ તેને ઢોરના ઘાસચારાની ફિકર થઈ. તેથી તે ઝડપભેર ખેતર તરફ જઈ રહી હતી.
ખેતરે પહોંચતા ભાઈ ત્યાં રમવા લાગ્યો.અને તે દોરડું લઈ ખેતરના શેઢે ઊગેલું લીલું ઘાસ કાપવા લાગી . હજુ થોડુંક ઘાસ માંડ કાપ્યું હશે ત્યાં તેના કાને આજુબાજુ કંઈક ગુસપુસના અવાજા સંભળાયા. તેણે આંખ આડા કાન કરી ઉતાવળે-ઉતાવળે ઘાસ કાપવા માંડ્યું જ્યારે તેણે ત્રાંસી નજરે જાયું તો તેના ખેતરની વાડ પાસે ત્રણ છોકરાઓ ઊભા હતા. તે તેને જ જાતા હતા. તેમાંથી એક છોકરાએ બીજાને કહ્યું

‘અલ્યા,આજ મોકો સારો છે. આજુબાજુ કોઈ નથી. આને અહીં જ પકડીને દબાવી દઈએ.’ બીજાએ કહ્યું ,‘બરાબર જાઈલે , કોઈ આવી ન જાય.’
ત્રીજા બોલ્યો , તુ ચિંતા ન કર, હું અહીં ઊભો રહીને જાઉ છું. તું તારું કામ કર.’
ખરેખર એ બધાં આવી વાતો કરી વંદનાને ડરાવવા માંગતા હતા. જેથી તે બુમાબુમ ના કરે. વંદના તેનો ઈરાદો જાણી જતાં તેણે દાતરડાને મજબૂત રીતે પકડ્યું અને ઝડપથી ચારો કાપવા લાગી.તે વખતે એક જણ આગળ વધ્યો અને વંદનાની નજીક પહોંચી ગયો. નજીક પહોંચીને તેણે વંદનાનો દાતરડાવાળો હાથ પકડી પાડ્યો. હવે વંદના ચૂપ રહી શકી નહીં અને તેણે બીજા હાથે ફટાક દઈ તેના ગાલ પર તમાચો ચોડી દીધો. છોકરો સુન્ન રહી ગયો.
તેણે આ રીતે સામનો થશે એમ લાગ્યું ન હતું.તેણે વંદનાનો હાથ મરડ્યો. વંદના પીડાથી પાછી ગઈ. તેના હાથમાંથી દોરડું છુંટીને દુર પડ્યું. જારજબરજસ્તી થતી જાઈ તેના ભાઈનું ધ્યાન રમતમાંથી તેની તરફ ખેંચાયું. વંદનાએ ચીસ પાડી તેને કહ્યું ‘જલદી ભાગ.કોઈને બોલાવ.’
‘અરે ચાલ,ચાલ… અહી કોઈ આવશે નહી એક છોકરાએ બૂમ પાડી કહ્યું.વંદનાનો ભાઈ ગામ તરફ ભાગ્યો.
આ બાજુ બીજા છોકરો પણ વંદનાની તરફ આગળ વધ્યો. તેની આંખમાં શિકારી જેવું ખુન્નસ હતું.વંદના હાથપગની તાકાત લગાવી ખુદને છોડવવાની કોશિશ કરી રહી હતી.તે દરમિયાન બીજા છોકરો પણ વંદનાની પાસે આવી ગયો. તે વખતે જ વંદનાનો હાથ તેની પકડમાંથી છુટ્યો અને તેણે એક મુક્કો છોકરાના મોઢા પર ઠોકી દીધો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.