સેમસંગ દ્વારા આકર્ષક કિંમતે ભારતમાં ગેલેક્સી S22 સિરીઝ લોન્ચ કરવામાં આવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત, ફેબ્રુઆરી, 2022- ભારતની સૌથી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ સેમસંગે આજે ભારતમાં તેના સૌથી પ્રીમિયમ ફ્લેગશિપ ગેલેક્સી S22 અલ્ટ્રા, ગેલેક્સી S22+ અને ગેલેક્સી S22 – રજૂ કર્યા હતા. ગેલેક્સી S22 અલ્ટ્રા નોટ સિરીઝની બેજોડ પાવર અને પ્રો- ગ્રેડ કેમેરા સાથે S-પેન અને S સિરીઝના પરફોર્મન્સને જોડીને પ્રીમિયમ સ્માર્ટફોન્સ માટે નવું ધોરણ સ્થાપિત કરે છે. બોલ્ડ, સક્ષમ સતર્ક ડિઝાઈન સાથે નિર્મિત ગેલેક્સી S22 અને S22+ દરેક અવસરને યાદગાર બનાવવા માટે એડવાન્સ્ડ ઈન્ટેલિજન્ટ ઈમેજ પ્રોસેસિંગ સાથે ડાયનેમિક કેમેરા ધરાવે છે.

“ગેલેક્સી S22 સિરીઝના લોન્ચ સાથે અમે ઈનોવેશનના નિયમોનો નવો દાખલો બેસાડી રહ્યા છીએ અને સ્માર્ટફોન જે કરી શકે તે મર્યાદાઓની પાર નીકળી રહ્યા છીએ,” એમ સેમસંગ ઈન્ડિયાના પ્રોડક્ટ માર્કેટિંગના હેડ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.

ગેલેક્સી S22 સિરીઝ માટે પ્રી- બુકિંગ્સ 23મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ગેલેક્સી S22 અલ્ટ્રા પ્રી- બુકિંગ કરનારા ગ્રાહકોને રૂ. 26,999 મૂલ્યનું ગેલેક્સી વોચ 4 ફક્ત રૂ. 2999માં મળશે. ગેલેક્સી S22+ અને ગેલેક્સી S22 પ્રી- બુકિંગ કરનારા ગ્રાહકોને રૂ. 11,999 મૂલ્યના ગેલેક્સી બડ્સ 2 રૂ. 999માં મળશે. ઉપરાંત ગેલેક્સી S અને ગેલેક્સી નોટ સિરીઝના ગ્રાહકોને રૂ. 8000નું અપગ્રેડ બોનસ મળશે, જ્યારે અન્ય ડિવાઈસ ધારકોને રૂ. 5000નું અપગ્રેડ બોનસ મળશે. વૈકલ્પિક રીતે સેમસંગ ફાઈનાન્સ+ થકી આ ડિવાઈસીસ ખરીદી કરનાર ગ્રાહકોને રૂ. 5000નું કેશબેક મળશે. ભારતમાં ગ્રાહકો તેમના ગેલેક્સી S22 અલ્ટ્રા, ગેલેક્સી S22+ અને ગેલેક્સી S22 અગ્રણી રિટેઈલ આઉટલેટ્સ, સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ, સેમસંગ ઓનલાઈન સ્ટોર અને એમેઝોન.ઈન ખાતે 23મીથી ફેબ્રુઆરીથી 10મી માર્ચ સુધી પ્રી- બુક કરી શકે છે. ગેલેક્સી S22 સિરીઝ 11મી માર્ચ, 2022થી વેચાણમાં મુકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.