મોડાસાના માઝૂમ ડેમમાંથી નહેરમાં સિંચાઇ માટે 40 ક્યૂસેક પાણી છોડાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

મોડાસાના માઝૂમ જળાશયમાંથી રવિ પાકની સિઝનના સિંચાઇ માટે સિંચાઈ સત્તાવાળાઓ દ્વારા નહેરમાં 40 ક્યૂસેક પાણી છોડાયું છે. શિયાળુ પાકની સીઝન દરમિયાન માઝૂમ જળાશય ના નીરથી ચોથા રાઉન્ડમાં ખેડૂતોની 2000 હેક્ટર કરતાં વધુ જમીનમાં સિંચાઇનો લાભ મળતાં ખેડૂતોમાં શિયાળુ પાકોમાં ઉત્પાદન વધવાની આશા બંધાઈ છે.

40 ક્યૂસેક પાણી છોડતાં ઘઉં, મકાઇ, દિવેલા, રાયડો અને ચણાના પાકમાં ફાયદો થયો છે માઝૂમ જળાશયના પાણીથી મોડાસા અને ધનસુરા તાલુકાના 1500 કરતાં વધુ ખેડૂતોને સિંચાઇનો લાભ મળ્યો છે. ખેડૂતોમાં શિયાળુ પાકની સિઝનના છેલ્લા તબક્કામાં સમયસર સિંચાઈ સત્તાવાળાઓ દ્વારા પાણીનો રાઉન્ડ શરૂ કરાતાં ખેડૂતોને 2હજાર કરતાં વધુ હેક્ટર જમીનમાં આવેલા શિયાળુ પાકોમાં ફાયદો થતાં ખેડૂતોમાં પાકોમાં ઉત્પાદન વધવાની આશા બંધાઈ છે.

માઝૂમ સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એન.ટી. સોલંકીએ જણાવ્યું કે ખેડૂતોની માંગણી મુજબ છેલ્લા રાઉન્ડમાં પાણી પૂરતું આપવા માટે સિંચાઇ વિભાગ દ્વારા આયોજન કરાયું છે. માઝૂમ જળાશયમાં પાણીનો મર્યાદિત જથ્થો હોવાના કારણે ખેડૂતોને પાણીનો બગાડ ન થાય તે માટે સિંચાઇ વિભાગે અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.