હિંમતનગર નેત્રમ શાખાએ યુવતીનો ખોવાયેલ મોબાઇલ પરત અપાવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં એક યુવતીનો મોબાઇલ રિક્ષામાં રહી ગયા બાદ યુવતીએ નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો અને કમાન્ડ સેન્ટરે સીસીટીવી ફૂટેજ ચેક કરી રિક્ષા ચાલકને શોધી કાઢી યુવતીને મોબાઇલ પરત અપાવ્યો હતો.હિંમતનગર નેત્રમ શાખા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાધાબેન ડી. ભુરા (રહે.હાજીપુર સાબરડેરી, હિંમતનગર) હિંમતનગર બસ ડેપોથી હાજીપુર જવા રિક્ષામાં બેસ્યા બાદ હાજીપુર ઉતર્યા હતા અને મોબાઇલ રિક્ષામાં રહી ગયાનુ યાદ આવતા નેત્રમ શાખાનો સંપર્ક કરતા કમાન્ડ સેન્ટરે પીએસઆઇ આર.કે.રાવત ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા બસ સ્ટેશન લોકેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રિક્ષાનો આરટીઓ રજી.નં.જી.જે-01-સી.યુ-7089 હોઇ રિક્ષા ચાલકનો સંપર્ક કરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે બોલાવી પૂછપરછ કરતા રિક્ષા ચાલકે મોબાઇલ મળ્યાની કબૂલાત કરતા યુવતીને રૂ.10 હજારનો મોબાઇલ પરત અપાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.