અમદાવાદમાં એલેક્સાના ઉપયોગમાં વૃદ્ધિ જોવા મળી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2022: ભારતમાં લોન્ચ થયાના માત્ર ચાર વર્ષમાં સમગ્ર દેશમાં લાખો ગ્રાહકોએ એલેક્સા વોઇસ સેવાનો ઉપયોગ સ્માર્ટ સ્પીકર્સ પર એમેઝોનની એન્ડ્રોઇડ શોપીંગ એપ પર, ફાયર ટીવી ડિવાઇઝ પર હજારો એલેક્સા બિલ્ટ-ઇન સ્પીકર્સ, ટીવી, સ્માર્ટફોન, સ્માર્ટ વોચ પર કર્યો છે.

2021માં અમદાવાદ,સુરત અને વડોદરા જેવા નોન-મેટ્રો શહેરોમાં એલેક્સાના વપરાશમાં 68 ટકાનો વધારો થયો છે. એલેક્સાના ભારતમાં વર્ષગાંઠની ઉજવણી માટે એમેઝોને બ્લોકબસ્ટર જાહેરાતો કરી છે. જેમકે સ્માર્ટ સ્પીકર્સ અને ડિસપ્લેની એમેઝોન રેન્જ પર 50 ટકા સુધીની છુટ, ફાયર ટીવી ડિવાઇઝ પર 43% સુધીની છૂટ, એલેક્સા બિલ્ટ-ઇન ઉપકરણો પર 30% સુધીની છૂટ. વનપ્લસ, boAt, Imou અને Qubo જેવી બ્રાન્ડ્સની ડીલ્સ પર 15 અને 16 ફેબ્રુઆરીના રોજ https://www.amazon.in/alexadeals પર ઉપલબ્ધથશે.

“અમે એલેક્સાને ભારતના ગ્રાહકો માટે વધારે ઉપયોગી અને આનંદદાયી બનાવવા માટે સતત કામ કરી રહ્યાં છીએ. નવા-નવા કાર્યક્રમો જેવા કે આધુનિક ઇકો શો ટેન, ઇન્ટેલીજન્ટ મોશન સાથે ઇન્ડિયાનો પહેલો સેલીબ્રિટી અવાજ અમિતાભ બચ્ચન સાથે અને મહિન્દ્રા XUV700 વાહનમાં બિલ્ટ ઇન એલેક્સા લોન્ચ કરી રહ્યાં છીએ. આવું એમેઝોન ઇન્ડિયાના એલેક્સાના કન્ટ્રી લીડર પુનીશ કુમારનું કહેવું છે. અને આ હજુ પહેલો દિવસ છે.

ગ્રાહકો તેમના મનપસંદ ગીત, નર્સરી રાઇમ્સ, સ્માર્ટ હોમ એપ્લાયન્સને નિયંત્રિત કરવા, માહિતી માટે પૂછવા, બિલની ચુકવણી કરવા, એલાર્મ સેટ કરવા, રિમાઇન્ડર્સ સેટ કરવા, ગેમ રમવા અને ઘણું બધું કરવા માટે અંગ્રેજી, હિન્દી અને ઇંગ્લિશમાં એલેક્સા સાથે વાર્તાલાપ કરી શકે છે. એલેક્સા યોગ્ય સંજ્ઞાઓ નામ, સ્થાનો સમજે છે તે મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, પંજાબી અને અન્ય ભારતીય ભાષાઓમાં ગીતો પણ વગાડી શકે છે.

2021માં એલેક્સાએ દરરોજ 21.6 લાખ કરતાં વધુ ગીતો વગાડીને ગ્રાહકોનું મનોરંજન કર્યું, ટોચના 20 ગીતોમાં બાળગીતો, ભક્તિ અને પ્રાદેશિક ભાષા જેવી શૈલીઓ અત્યંત અગ્રણી હતી. શાઓમી, વનપ્લસ, હિંદવેર અને એટોમબર્ગ જેવી બ્રાન્ડ્સના નવા ઉત્પાદનો સાથે એલેક્સા સ્માર્ટ હોમ સિલેક્શનમાં 72%નો વાર્ષિક ધોરણે વધારો થયો છે. ઘરના સ્માર્ટ હોમ એપ્લાયન્સિસને નિયંત્રિત કરવા માટેની 2.6 લાખ રિક્વેસ્ટનો એલેક્સાએ પ્રતિસાદ આપ્યો છે. રમતગમત, મૂવી સંવાદો અને શબ્દોની વ્યાખ્યાઓથી માંડીને ગણિતની અઘરી સમસ્યાઓ, હવામાન અને નવીનતમ સ્ટોક માર્કેટ અપડેટ્સ, ગ્રાહકો દરરોજ લગભગ 1.7 લાખ પ્રશ્નો સાથે એલેક્સાને ક્વિઝ કરે છે. માર્ચ-એપ્રિલ’21 દરમિયાન, ગ્રાહકોએ દરરોજ 11,500 પ્રશ્નો કોવિડ, આરોગ્ય અને સુખાકારી સંબંધિત વિષયો વિશે પૂછ્યા હતા. ગ્રાહકોને પણ એલેક્સા સાથે તેમના દિવસોની શરૂઆત અને સમાપન કરવાનું પસંદ છે. તેઓએ દરરોજ 11,520 વખત “એલેક્સા, ગુડ મોર્નિંગ” અને “એલેક્સા, ગુડ નાઈટ”ની શુભેચ્છા પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.