મોરવાડા-ઉચોસણ વચ્ચે ડમ્પરની ટક્કરે બાઇકચાલક યુવકને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા

મંગળવારે સાંજે પાંચેક વાગ્યાના સુમારે સુઇગામ તાલુકાના અંતરિયાળ મોરવાડા ઉચોસણ સીંગલપટ્ટી રોડ પર મોરવાડા નજીક ભારતમાલામાં કામ કરતા એક ફ્લોરી ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.ફ્લોરિ ચાલકની ગફલતના લીધે બાઇક સવારને અડફેટે લેતાં બાઇક ચાલક એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતના પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા,અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને તાત્કાલિક ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડાયો હતો.બાઈકના આગળના ભાગને પણ મોટું નુકસાન થયું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે મોરવાડા ઉચોસણ સીંગલપટ્ટી રોડ પર ઠેરઠેર વળાંક હોવા છતાં વાહનચાલકો બેફામ વાહન ચલાવતા હોઈ અવારનવાર અકસ્માતો સર્જાય છે.ત્યારે અમુક અંતરે સ્પીડ બ્રેકર મુકવામાં આવે તો અકસ્માતો નિવારી શકાય.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.