હાટકેશ્વર સર્કલની ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ ખોટવાઇ ગઈ
હાટકેશ્વર સર્કલ પર ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ છેલ્લા અઠવાડિયાથી ખોટકાઇ ગઇ છે.આમ પાંચ રસ્તાઓવાળા સર્કલ પર સમગ્ર દિવસ દરમ્યાન ભારે ટ્રાફિક હોવાથી વાહનચાલકો સિગ્નલને લઇને મુંઝવણમાં મુકાઇ રહ્યા છે.આમ સર્કલ પર આ પ્રકારની સ્થિતિના કારણે ભારે અવ્યવસ્થા વ્યાપી જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.
જેમાં કેટલાક સંજોગોમાં તો પુરપાટ આવતા વાહનો એકમેકને ટકરાઇ રહ્યા છે.અમરાઇવાડી,અંબિકાનગર,સીટીએમ,જશોદાનગર,ખોખરા ગુ.હા.બોર્ડના મકાનો તરફના રસ્તાઓ આ સર્કલને જઇને મળે છે.જેના કારણે હજારો વાહનોની દૈનિક અવર-જવર રહેતી હોય છે.તેવા સમયે સર્કલ પર ટ્રાફિક પોલીસનો પણ અભાવ જોવા મળી રહ્યો છે.