ધાનેરામાં પાણીની માંગણીના હોર્ડિંગને લઈ ખુલાસો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરામાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની માગણી સાથેના લગાવેલ હોર્ડિંગ બાબતે ભારે ગરમાવો છવાયો હતો. જોકે ગત રોજ આ રહસ્ય પરથી પડદો ઉચકાયો હતો અને ધાનેરા નગરપાલિકા દ્વારા ખુલાસો માંગતા હોર્ડિંગ લગાવવાનાર ધાનેરા મત વિસ્તારના ધારાસભ્યના પુત્ર અમરતભાઈએ સ્વીકાર કર્યો હતો.
સ્વભાવિક અને સત્ય વાત છે કે ધાનેરા તાલુકામાં પાણી બાબતે ભારે હાલાકી સર્જાઈ રહી છે. ખેડૂતો હિજરત કરી અન્ય શહેર કે ગામડામાં જાય એ સમય હવે દૂર નથી. બસ જરૂરિયાત હોય તો એક માત્ર પાણીની છે. છેલ્લા ૧૦ વર્ષથી તાલુકાની પ્રજા પાણીની માંગ કરી રહી છે. જયારે હાલ છેલ્લા ત્રણ દિવસથી ધાનેરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકામાં નહેરનું પાણી મળે તેવી ઉમદા રજુઆત સાથે એક નવા આંદોલનની શરૂઆત થઈ હતી અને સોશીયલ મીડિયામાં પણ ચારેકોર ત્રણ દિવસ માટે પાણીની માંગ જ થઈ રહી હતી.જોકે ગતરોજ ધાનેરા નગરપાલિકા દ્વારા આ હોર્ડિંગને લઈ ખુલાસો માંગતા આ હોર્ડિંગને લગાવનાર ધાનેરા ધારાસભ્ય નથાભાઈ પટેલના પુત્ર અમરતભાઈ હોવાનું સામે આવ્યું હતું. કોરોના મહામારી વચ્ચે કોઈ આંદોલન શરૂ ના થાય લોકોની ભીડના થાય તે માટે નગરપાલિકા દ્વારા આ હોર્ડિંગ પાછળ કોણ છે તે જાણવા માટે લેખિત માગણી કરતા હોર્ડિંગ બાબતે ખુલાસો થયો હતો. ધારાસભ્યના પુત્ર અમરતભાઈ પટેલે વીડિયો મારતફેતે પોતે હોર્ડિંગ લગાવ્યાનું સ્વીકાર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.