શેરબજારમાં ગાબડું ટાટા સ્ટીલ, HDFCના શેર ઘટ્યા

Business
Business

ગુજરાતમાં તાજેતરમાં જ પ્રકાશમાં આવેલા બેન્ક કૌભાંડ અને યુક્રેન-રશિયા વચ્ચેના તણાવના પગલે આજે ભારતીય શેરબજાર ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1747 અંક ઘટી 56405 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 532 અંક ઘટી 16842 પર બંધ રહ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સોમવારે માર્કેટ કેપમાં 8.29 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. શુક્રવારે તે 263.47 લાખ કરોડ રૂપિયા હતી. જે આજે ઘટીને 255.11 લાખ કરોડ રૂપિયા થઈ છે.

દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. એ નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણું વધુ એટલે કે રૂ. 22,842 કરોડનું કૌભાંડ છે. આ કેસમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ દાખલ કેસના સિલસિલામાં શનિવારે કંપની અને તેના ડિરેક્ટરોનાં સુરત, ભરૂચ, મુંબઈ, પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા અને મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.