બનાસકાંઠામાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ આવતા ફફડાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ, ડીસા : બનાસકાંઠા જીલ્લામાં ગઈકાલે કોરોના પોઝીટીવના વધુ બે કેસ સામે આવતાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જેમાં દિયોદર તાલુકાના મીઠીપાલડી ગામની મહિલા અને વડગામ તાલુકાના ખરોડીયા ગામના એક દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બંને દર્દીઓને સારવાર માટે કોવીડ-૧૯ હોÂસ્પટલમાં ખસેડાયા છે.
દિયોદર તાલુકાના મીઠીપાલડી ગામના ૪૮ વર્ષીય સંગીતાબેન દિલીપભાઈ શાહનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. દિયોદર તાલુકામાં કોરોનાનો નવો કેસ મળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. દર્દીના નજીકના સંબંધીઓનો સંપર્ક શરૂ કરી તેમને કોરોન્ટાઈન કરવાની તજવીજ હાથી ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.