પાલનપુરની શ્રીરામ વિદ્યાલય દ્વારા લોકડાઉનના અમલીકરણના ધજાગરા

બનાસકાંઠા
બનાસકાંઠા

૫ાલનપુર : કોરોનાની મહામારી વચ્ચે લોક ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ કપરી મહામારીથી બચવા માટે વૃદ્ધ અને બાળકોને ઘરની બહાર ન નીકળવા સરકાર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે પાલનપુરની શ્રી રામ વિદ્યાલય સરકારના લોકડાઉન નિયમોની ઉપરવટ જઈ કલેકટરના જાહેરનામાંના ધજીયા ઉડાવી શાળામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરી વાલીઓ સાથે બાળકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા વિવાદ સર્જાયો હતો. જેને ગંભીરતાથી લેતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શ્રીરામ વિધાલય ને કારણોદર્શક નોટીસ ફટકારી દિન-૩ માં ખુલાસો કરવાની તાકીદ કરાતા ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ નામની મહામારીએ બનાસકાંઠા જિલ્લામાં પોઝિટિવ કેસોનો આંકડો ૧૦૦ ને પાર કરી દીધો છે. જો કે, હજુ સુધી પણ જિલ્લામાં કોરોનાનો ખતરો ટળ્યો નથી. સાથે સાથે રાજ્યમાં પણ દિન પ્રતિદિન કોરોનાના કેસોની સંખ્યામાં જાણે વધારો થઈ રહ્યો છે. જેથી કરીને રાજ્ય સરકારે લોકડાઉન-૪ જાહેર કરી
સામાન્ય છૂટછાટો આપી છે. પરંતુ શાળા કોલેજો સહિત હજુ સુધી પણ બંધ રાખવા માટે કડક સૂચના હોવા છતાં ગુરુવારે પાલનપુરની એસ.એસ. ગોવિંદાની શ્રી રામ વિદ્યાલય ખાતે શાળા સંચાલકો દ્વારા નાના બાળકોને વાલીઓ સાથે ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવતા લોકડાઉન નિયમોના ધજાગરા બોલી ગયા હતા. સરકાર દ્વારા કોરોના વાયરસ વૃદ્ધો અને બાળકોમાં ઝડપી સંક્રમણ ફેલાતો હોવાથી તેઓને ઘરે રાખવાની સલાહ વારંવાર આપવામાં આવી રહી છે. ત્યારે પાલનપુરની શ્રીરામ વિધાલયે સરકારના નિયમોની ઉપરવટ જઈ શાળામાં બાળકો અને વાલીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવતા કોરોનાનું સંક્રમણ ફેલાય તો તે માટે જવાબદાર કોણ તેવા અનેક સવાલો વચ્ચે તંત્ર દ્વારા કાયદાને ખિસ્સામાં લઈને ફરતા શાળા સંચાલકોને કાયદાનો પાઠ ભણાવાય તેવી માંગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.