ચાણસ્માઃ ૧૭ વર્ષના કિશોરને કોરોના થતાં ગામમાં ફફડાટ વધ્યો
રખેવાળ, પાટણ
પાટણમાં આજે કોરોનાનો નવો એક કેસ સામે આવ્યો છે. ચાણસ્મા તાલુકાના ગામે ૧૭ વર્ષીય કિશોરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં કિશોર ગત દિવસોએ અમદાવાદથી પરત આવ્યો હોવાનું સામે આવ્યુ છે. કિશોરને તાવ અને ગળામાં દુઃખાવાના લક્ષણો જણાતા રીપોર્ટ કરાવાયો હતો. જોકે આજે તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા કિશોરને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી પાટણ જીલ્લામાં કોરોનાના ૭૪ કેસ નોંધાયા છે.
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે કોરોનાનો એક કેસ નોંધાયો છે. રણાસણ ગામે ગત દીવસોએ અમદાવાદમાંથી ૧૭ વર્ષીય કિશોર આવ્યો હતો. જોકે તેને ગળામાં દુઃખાવો અને તાવની અસર જણાતા તેનો રીપોર્ટ કરાવાયો હતો. જોકે આજે તેનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા ગામમાં દોડધામ મચી છે. આરોગ્ય તંત્ર દ્રારા તેના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે.
ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે કોરોનાનો સૌપ્રથમ કેસ સામે આવ્યો છે. આ તરફ ગામમાં કોરોનાનો કેસ આવતા તેના સંપર્કમાં આવેલો લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે તે પોતાના પરીવારજનોના સંપર્કમાં આવ્યો હશે તો તેમને પણ હોમ કોરોન્ટાઇન કરવામાં આવી શકે છે. નોંધનિય છે કે, જીલ્લામાં આજે કોરોનામાં સપડાયા બાદ બે લોકોના મોત થયા છે.