ઈન્ફિનિક્સનો પ્રથમ 5G સ્માર્ટફોન ‘Zero 5G’ સોશિયલ મીડિયા પર ટીઝ થયો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઈન્ફિનિક્સ કંપની તેનો પ્રથમ 5G સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપનીએ સોશિયલ મીડિયા પર ‘Zero 5G’ સ્માર્ટફોનનું ટીઝર રિલીઝ કર્યું છે. ઈન્ફિનિક્સ ઈન્ડિયાના CEO અનિશ કપૂરે ગયા મહિને જ કન્ફર્મ કર્યું હતું કે કંપની તેના પ્રથમ 5G સ્માર્ટફોન પર કામ કરી રહી છે.

લીક રિપોર્ટ પ્રમાણે, આ 5G ફોનનાં ડાયમેન્સિટી 900 પ્રોસેસર મળી શકે છે. ફોનમાં યુનિ કર્વ્ડ ડિઝાઈન મળી શકે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 120Hzનો હોઈ શકે છે. અર્થાત 1 સેકન્ડમાં ડિસ્પ્લે 120 વખત રિફ્રેશ થઈ શકશે.

આ સ્માર્ટફોનનાં બ્લેક અને ઓરેન્જ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. ફોનના પાવર બટનમાં જ ફિંગર પ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. ફોટોગ્રાફી માટે ફોનનાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. તેમાં પ્રાઈમરી રિઅર કેમેરા 48MPનો હોઈ શકે છે. આ સાથે તેમાં ડ્યુઅલ LED ફ્લેશ લાઈટ મળશે.

લીક રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં 6.67 ઈંચની AMOLED FHD+ ડિસ્પ્લે મળશે. તેનું રિઝોલ્યુશન 1080×2460 પિક્સલ હશે. સેલ્ફી માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા મળશે. આ ફોનમાં એન્ડ્રોઈડ 11 બેઝ્ડ XOS મળશે. ફોનની 5000mAhની બેટરી 33 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.